________________
ભાવમાં આગળ વધતા વાર ન લાગે. આથી ભાવ ન આવે તો પણ દ્રવ્યક્રિયા ન છોડવી, સંસ્કારનો પણ લાભ ભવિષ્યમાં લાભદાયક નીવડે છે. પણ અર્થનો ઉપયોગ-સમજપૂર્વક ક્રિયા કરવાથી વિશેષ લાભ થાય. કોઈવાર જિનવાણી સાંભળતા તેમાં પ્રતિક્રમણાદિ ક્રિયાનું મહત્ત્વ, રહસ્ય અને અર્થ જો સમજાવવામાં આવે અને તે બરોબર સમજાઈ જાય તો રોજિંદી કરાતી દ્રવ્યક્રિયામાં સંવેગભાવ પ્રગટ થાય અને તે ક્રિયા વધારે ઉલ્લાસ અને અર્થોપયોગપૂર્વક કરવાનો ઉત્સાહ પ્રગટે પણ જો ક્રિયાના સંસ્કાર હોય જ નહીં તો કાર્ય ન થાય.
તત્ત્વસંવેદન રૂપ સંગ ભાવ કોણ પામે?
જેને જીવાદિ નવતત્ત્વના અભ્યાસ દ્વારા સર્વજ્ઞ પ્રમાણે તત્ત્વનો નિર્ણય દઢ થઈ ગયો હોય, તેમને દરેક ક્રિયા કરતા તત્ત્વ વિચારણાપૂર્વક તે ક્રિયામાં આત્માના ભાવ પ્રમાણે જોડવા પૂર્વક જ્યારે શુધ્ધપયોગની પ્રધાનતાવાળી ક્રિયા કરે તો તત્ત્વસંવેદન (આત્માના સ્વભાવ પરિણામને અનુભવવા રૂપ તત્ત્વસંવેદન) થાય અને તે ભાવ સાધુને જ થાય. જેમને નવતત્ત્વનો વિશેષ અભ્યાસ નથી પણ 'જિનાજ્ઞા પ્રત્યે બહુમાન છે માટે મારે વિધિના બહુમાનપૂર્વક પ્રતિક્રમણ કરવું જોઈએ આ પરમાત્મ તત્વ પરનું બહુમાન અંતરથી હોય, સંસારની આશંસા ન હોય, તો તત્ત્વસંવેદન સુધી લઈ જાય.
'માસતુષ' મુનિને નવતત્ત્વનું જ્ઞાન ન હતું છતાં આત્મકલ્યાણની ઝંખના (અર્થીપણુ) તીવ્ર હતી. તેથી ઉચ્ચકોટીનો વૈરાગ્ય, દેવ-ગુરૂ પર અપૂર્વ બહુમાનથી (મારું આત્મ કલ્યાણ આમનાથી જ થશે.') તેની અપૂર્વ શ્રધ્ધાને બળે, તેઓ કેવલજ્ઞાન સુધી પહોંચી ગયા.
સૌ પ્રથમ સ્વાત્મા ઉપર બહુમાન આવે તેના પર કરુણા આવે અને તેને સર્વ દુઃખમાંથી મુક્ત કરવાનો ભાવ જાગે અને જિનવચન દ્વારા સર્વ દુઃખનું મૂળ પાપ જ છે. 'પાપાત્ દુઃખમ્ ધમર્ સુખમ્ આ સર્વ દર્શનના સર્વ શાસ્ત્રોનો સાર છે અને પાપ તરીકે માત્ર આત્મ સ્વભાવમાં ન રહેવું તે જ મુખ્ય પાપ છે અને આત્મ સ્વભાવમાં જ રહેવું તે જ શુદ્ધ ધર્મ છે. આ નિશ્ચય જેને
નવતત્ત્વ || ર૫૯