________________
આત્મ સ્વભાવરૂપ ધર્મ પ્રત્યે (ગુણો) ઉપાદેય (રુચી) પ્રગટે તો જ પાપ દૂર કરવાની અને સ્વભાવ ધર્મને (ગુણો) પરિણામવાળા કારણભૂત શુધ્ધ પ્રતિક્રમણ થાય.
મુખ્ય પાપ શું છે?"
અઘાતી કર્મના ઉદયે આત્માની અક્ષય–અરૂપી આદિ સ્વરૂપ અવસ્થા સંપૂર્ણ ઢંકાઈ ગઈ અને ઉદયના વિકારરૂપે વિભાવરૂપ દારિકાદિ–રૂપી આદિ અવસ્થા પ્રગટાવવી. જીવ તે જ શરીરાદિ અવસ્થાને પોતાની માની આત્માવિકૃત સ્વરૂપ સ્વભાવમાં રુચિ-રસ-આદિ ઉપાદેય માનવા લાગ્યો અને હવે તે છોડવું તેમાં ઉદાસીનતા કેળવવી અતિ દુષ્કર થઈ ગઈ છે. આથી વ્યવહારથી ધર્મ કરનાર ઘણા લોકો જોવા મળે પણ પાપની અરૂચી ધરાવનાર તેને છોડવાના ભાવ વાળા અને થયેલા પાપને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થવાની ભાવનાવાળા બહુ ઓછા જીવો જોવા મળશે.
વંદિતુ સૂત્ર' શ્રાવકોને પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનું મુખ્ય સૂત્ર છે. તેમાં સૌ પ્રથમ વદિત સવ્ય સિધ્ધ, ધમ્માયરિયે આ સવ્વ સાહુ તેમાં સૌ પ્રથમ સિધ્ધોને વંદના કરીને પછી ધર્માચાર્યો વગેરેને વંદન કર્યા છે. 'અરિહંતને બદલે સિધ્ધને વંદન શા માટે?"સિધ્ધ ભગવંતો સંપૂર્ણ કર્મરહિત શુધ્ધ અવસ્થાને ધારણ કરનારા છે પ્રતિક્રમણ આવશ્યક દ્વારા સંપૂર્ણ વિભાવમાંથી પાછા ફરી પૂર્ણ સ્વભાવ અને સ્વરૂપમાં આત્માએ સ્થિર થવાનું છે. અર્થાત્ સંપૂર્ણ કર્મ રહિત શુધ્ધ થવાનું છે. તેથી પ્રથમ સાધ્ય બતાવ્યું છે. સાધના (પ્રણિધાન) નિર્ણય વિના સફળ ન થાય. સિધ્ધો પછી આચાર્યોને વંદનનું પ્રયોજન ગુરુ સાક્ષીએ પ્રાયશ્ચિત્ત કરવાનું હોવાથી આચાર્યોને વંદન મુક્યું.
વ્યવહારથી પ્રથમ મંગળ કરીને પછી કોઈપણ કાર્યનો આરંભ થાય. એ હેતુએ સિધ્ધ ભગવંતો આદિને વંદન કરીને પછી અતિચારોની શુધ્ધિ માટેનો ઉલ્લેખ છે. ધર્મ એ જ ઉત્કૃષ્ટ મંગળ છે. ધર્મ વિના ધર્મી ન હોય. સિધ્ધો ધર્મ અને ધર્મી બને સ્વરૂપે છે. ધર્મથી પણ જ્ઞાન એ આત્માનો પરમ મંગળ ગુણ છે. આથી જ્ઞાનનો સ્વભાવ શેયના જ્ઞાતા બનવું. આથી જો આત્મા શેયનો જ્ઞાતા ન બને તો સમ્યગુદર્શનના પ્રથમ આસ્તિકય પાયા પર નથી. આથી આગળના
નવતત્વ / ૨૫૫