________________
દેશથી પણ સામાયિક સ્વભાવમાં આવવા શું કરવું?
સામાયિકમાં સ્થિરતા કે શાંતિ સારી રીતે થાય તે માટે તમે છોકરાઓ જ્યાં ધમાલ કરતા હોય તો તેમને ત્યાંથી દૂર કરવા અપ્રીતિ કરો અને ઉઠાડવા પ્રયત્ન કરો, ત્યારે વિચારવાનું છે કે 'જિનાજ્ઞા શું છે? તે આત્મા છો, જ્ઞાન તારો ગુણ છે. તેનો સ્વભાવ ન્નયના જ્ઞાતા બનવાનું છે. જ્ઞાતા બની સમતા સ્વભાવમાં આવવાનું છે. છોકરાઓ ધમાલ કરે છે. મચ્છરો ઉપદ્રવ કરે છે, છોકરાઓ પણ આત્મા છે. મચ્છરો પણ આત્મા છે. બન્ને કર્મ કષાયને વશ છે. માટે પોતાના આત્મ સ્વભાવમાં નથી. મચ્છરોએ પૂર્વે કોઈને ઉપદ્રવ કર્યો છે અથવા મોહને આધીન થઈ અત્યંત મૂચ્છિત અવસ્થામાં આવ્યા હશે તેથી તેઓ મચ્છરપણાને પામ્યા છે. તો આપણને તેવું વિચારવાથી તેના પ્રત્યે કરુણતા પ્રગટે તો ૪થા ગુણસ્થાનકે હું પણ સામાયિક શા માટે કરું છું? હું પણ કાયા-કર્મ-કષાયને વશ છું અને મારા આત્માના સ્વભાવમાં નથી આવ્યો માટે પોતાના અભ્યાસાર્થે હું આ સામાયિક વ્યવહારનું અનુષ્ઠાન કરું છું. મારે પણ કર્મ-કષાય-કાયાની પરાધીનતા દૂર કરી સદા મારા આત્માના શુધ્ધ સ્વરૂપ અને સ્વભાવમાં કાયમ સ્થિર થવું છે. આપણે જ્યારે વિચારણા કરીએ ત્યારે ૪થા ગુણસ્થાનકે અને તે પ્રમાણે વિચારણા કરી પોતે છોકરાઓને દૂર કરવાનું અને તેના પ્રત્યે કષાય કરવાનું માંડી વાળે અને વિચારે હું મારા એક પેટ માટે કેટલા જીવોનું કચ્ચરઘાણ કાઢું છું
જ્યારે મચ્છર પણ પોતાના પેટ માટે બીજાના શરીરનું લોહી પીવે છે અને મારે સામાયિકમાં શરીરની મમતા વોસિરાવી દેવાની છે. શરીર મારું નથી તો તેમાં મારે રાગ ન કરાય. વળી હું ઈજેકશન શરીર માટે સહન કરું છું. તો આત્મા માટે મારે આ પણ સહન કરવું જોઈએ. ભગવાને આત્મ સ્વભાવમાં સ્થિર થવા જ 'રર પરિષદો સહન કરવા યોગ્ય કહ્યા છે, તેથી મચ્છરોનો પણ પરિષહ સમતાસ્વભાવ પ્રગટાવવા સહન કરવું જોઈએ. એમ વિચારી મચ્છરો પ્રત્યે અણગમાના પરિણામનો ત્યાગ કરી, પોતાના સમતા સ્વભાવમાં બે ઘડી સ્થિર થાય ત્યારે તે પમે ગુણઠાણે આવ્યો કહેવાય. ત્યારે વ્યવહાર આવશ્યક દ્વારા દેશથી નિશ્ચયના સામાયિકનો લાભ મળે.
નવતત્વ // ૨૫૩