________________
૭મી નરકમાં ગયા. શય્યાપાલકના કાનમાં સીસુ રેડવાનાં કર્મનું નંદન ઋષિના ભવમાં સંવેગપૂર્વકના તપાદિ આરાધના વડે અનુબંધથી રસ તોડી નાખ્યો. જેથી મહાવીર સ્વામીના ભવમાં કાનમાં ખીલા ઠોકાણા, ત્યારે પ્રભુએ સમતાપૂર્વક તે સહન કરવા વડે નવું કર્મ ન બાંધ્યું. જ્યારે મરીચિના ભવમાં ઇન્જપિ–ઈહંપિ' એટલા ઉસૂત્રની પ્રરૂપણા કરતાં કોડાકોડી સાગરોપમ સંસાર વધી ગયો. સમકિત ચાલ્યું ગયું. તે કર્મોનો આપોઆપ કાળ પાવાથી પછીના ઘણા ભવોમાં ત્રિદંડી વેશ અને દેવલોક મળ્યો પણ સમક્તિ ન મળ્યું. 9 પ્રતિક્રમણ કોણે કરવાનું છે અને કોનું કરવાનું છે?'
આ ઉપયોગ જોઈએ કે જે પોતાના સ્વભાવમાં રહી શકતા નથી તેને પ્રતિક્રમણ કરવાનું છે. આવશ્યક મુખ્ય કરીને સમતા (સામાયિક) આવશ્યક માટે છે. રાગ-દ્વેષ-રૂપ ભાવહિંસાથી અટકવા, થઈ ગયેલા રાગ-દ્વેષનું પ્રતિક્રમણ કરવાનું છે. જિનની આજ્ઞા છે કે નિગોદથી માંડી પચેન્દ્રિય સુધીના જીવોને નહીં મારવા. તેથી જાણી જોઈને જીવોને ન મારવાનો પરિણામ હજી આવી શકે. મચ્છરનો ઉપદ્રવ થાય તો મચ્છરને મારવાનો પરિણામ કદાચ ન આવે પણ મચ્છર દૂર જાય તો સારું તેને દૂર કરવાનો પ્રયત્ન પણ કરે, એ અપ્રીતિનો પરિણામ. અપ્રીતિએ ક્રોધ-દ્વેષનો પરિણામ છે. સમતા સ્વભાવનો નાશક છે. તેમ નજીકના સગા-સ્નેહી-સ્વજન પ્રત્યે તીવ્ર રાગના કારણે તેના સતત વિચારો દ્વારા રાગની વૃધ્ધિ થવા વડે સમતા સ્વભાવ હણાઈ રહ્યાનું ચાલુ છે. આમ આ રાગ દ્વેષ-રૂપ–પાપ સતત સેવાતા હોવા છતાં તેનું પાપ ચાલુ છે તેનું મારે પ્રતિક્રમણ કરવું જોઈએ. એ ખ્યાલ આવે, અપ્રીતિ એ મારો સ્વભાવ નથી તો મચ્છર પ્રત્યે કરુણા આવશે. સ્નેહી-સ્વજનો પ્રત્યે પણ મૈત્રી-કરુણાદિભાવ પ્રગટ થશે. મચ્છરનો જીવ પણ સત્તાએ સિધ્ધ છે અને સ્વજનો પણ સત્તાએ સિધ્ધના જીવો છે તેના પ્રત્યે રાગાદિ ન કરાય. આમ આત્મા સાવધાન થાય. છતાં રાગ-દ્વેષ થઈ જાય તો તરત તેનું પ્રતિક્રમણ કરવાનું થાય તો સામાયિકમાં સમતા સ્વભાવમાં આવશ્યક દ્વારા આવી શક્યા. તો પમા ગુણસ્થાનકે આવ્યા કહેવાય. દેશવિરતિવાળાને આવશ્યક એ પાંચમાં ગુણસ્થાનકનું કાર્ય કરે છે.
નવતત્વ // ૨૫૨