________________
મનનો વિષય લોકાલોક રૂપી– અરૂપી બધાનું ચિંતન-મનન-ભાવન કરી શકે. ઉત્કૃષ્ટ વ્યક્ત પાપ નરકમાં, અવ્યક્ત પાપ નિગોદમાં, તે બન્ને સ્થાને મનવાળા જઈ શકે. અનેક ૧૪ પૂર્વીઓ પણ નિગોદમાં ગયાના ઉલ્લેખ આગમમાં આવે છે. આપણે મનવાળા છીએ તેથી વધારે સાવધાન થવાનું છે. મનથી આત્માના ઘરમાંથી બહાર ઝડપી જઈ શકાય અને ઝડપી આવી શકાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનથી ૭મી નરક સુધીમાં દળિયા ભેગા કર્યા અને મનથી તરત જ સર્વાર્થસિધ્ધ વિમાનના દળિયા ભેગા કર્યા અને મનને જ્યારે પૂર્ણ સ્થિર કરીને આત્મામાં પૂર્ણ સ્થિર થઈ ગયા કે બધા જ ઘાતી કર્મોનો નાશ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું.
આથી મન વડે જ મનુષ્યભવ પરમ મંગળરૂપ થાય અને મન વડે જ પરમ અમંગળ રૂપ પણ થાય. મન તો માત્ર જ્ઞાનને રીલે કરવાનું સાધન છે. તેની સામે કર્મોના ઉદયની સાથે મિથ્યાત્વમોહ, કષાય અને વેશ્યા ન મળે તો મન સ્થિર–શુદ્ધ થઈ જાય. મન–અમન થઈ જાય. અર્થાત્ આત્મા મનને નિવૃત કરી શકે, એટલે નિર્વિકલ્પ દશા. મનની પ્રવૃતિ બંધ કરી આત્મા પોતે જ્ઞાન કરવામાં સ્વતંત્ર થઈ જાય. અર્થાત્ આત્મ પ્રદેશો સીધું જ્ઞાન કરે, કેવલજ્ઞાન પ્રગટ થાય. માત્ર દ્રવ્ય મનનો ઉપયોગ કેવલી અનુત્તર વિમાનવાસી દેવોના પ્રશ્નના ઉત્તર આપવા માટે કરે. અર્થાત્ મોહ જેમ મનમાંથી ઘટતો જાય તેમ તેમ મનની અસ્થિરતા ઘટતી જાય. વિકલ્પો (વિચારો) ઘટતા જાય તેમ તેમ આત્મા પોતાના સમતા સ્વભાવમાં આવતો જાય તેમ તેમ પાપથી હટતો જાય.
જેમ ખાવું એ પાપ કેમ? આત્માનો સ્વભાવ નથી. નિશ્ચયથી અણાહારી "ાનામૃત-ભોજનમ્' બોલવું એ પાપ કેમ? આત્માનો સ્વભાવ નથી. મૌન. વિકલ્પ (વિચારો) કરવા એ પાપ. આત્માનો સ્વભાવ નથી. નિર્વિકલ્પ.
આમ નિર્વિકલ્પ દશા તરફ જવાનો માર્ગ એ જ છે કે સંપૂર્ણનિર્વિકલ્પ જે સર્વજ્ઞ કેવલી છે, તેમની દષ્ટિ પ્રમાણે જ જાણીએ સ્વીકારીએ અને વર્તીએ તો જ
નવતત્ત્વ || ૨૫૦