________________
આત્માની દયા પશ્ચાતાપ આવે તો તેનું પ્રતિક્રમણ કરવાનું મન થાય. તેથી આવશ્યકનો અધિકારી પમા ગુણસ્થાનવાળો બને. તેથી પમા પહેલા કથા ગુણસ્થાનકે આવવું જરૂરી.
'तस्मादवश्यकैः कुर्यात् प्राप्तदोषनिकृन्तम् । यावन्नाप्नोति सदध्यानं अप्रमत गुणाश्रितम् ।
(પૂઆચાર્ય રત્નશેખરસૂરિ) ૭મું અપ્રમત્ત ગુણસ્થાનક જીવ ન પામે ત્યાં સુધી તેને પ્રતિક્રમણ આવશ્યક છે. જ્યાં સુધી આત્મા અપ્રમત્ત ગુણઠાણે પહોંચતો નથી? ત્યાં સુધી અર્થાત્ પ્રમત્ત ગુણઠાણા સુધી (છઠ્ઠા ગુણ) દોષો લાગે છે. કષાયનો ઉદય છે અને મોહની આધીનતા પણ છે, ૭મે કષાયનો ઉદય છે પણ આધીનતા નથી. આત્મા પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે. મોહને નિષ્ફળ કરે છે એટલે કષાયને વશ થતો નથી. 9 પ્રતિકમણ ત્રણ રૂપે :
"મૂળ પણે પડિક્કમણું ભાખ્યું પાપ તણું અણ કરવું રે.'
(૧) પાપ ન કરવું એ જ મુખ્ય પ્રતિક્રમણ છે. જો પાપ થઈ જાય તો (૨) નંબરનું પ્રતિક્રમણ પાપનો ગુરુ પાસે એકરાર કરી પશ્ચાત્તાપ રૂપે '
મિચ્છા મિ દુક્કડમ્ આપવા. ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્ત તપાદિ વહન કરવું અને (૩) નંબરનું પ્રતિક્રમણ હવે ફરી પાપ ન થઈ જાય તે માટે તે પાપન કરવાના પચ્ચકખાણ કરવા તે. તે પાપ કોને કહેવાય?
પહેલા તો મારે પાપ ન કરાય, અર્થાત્ મારે પાપ ન જ કરવું એનો ઉપયોગ જોઈએ. પાપ શું?' જિનની આશા ન માનવી–સ્વીકારવી નહીં અને પાળવી નહીં તે પાપ. પ્રથમ 'જિનાજ્ઞા તું શેયનો જ્ઞાતા બન. પ્રથમ પાપની શરૂઆત શેયને ય રૂપે ન જાણીએ ન સ્વીકારીએ ત્યારથી જ થાય છે. તે જ જીવનું મિથ્યાત્વ મહાપાપ છે. આપણે જોયને જાણીએ છીએ પણ સર્વજ્ઞ પ્રમાણે જાણતા નથી. સ્વજનોને જાણો છો પણ તેને સર્વજ્ઞદષ્ટિ પ્રમાણે જાણવા તેમને કર્મકૃત પર્યાયથી પ્રાપ્ત માતા-પિતા કાકાદિ રૂપે જાણો છો? પણ
નવતત્વ || ૨૪૮