________________
ભાષા વર્ગણા જિનવચન પ્રમાણે જ જ્યારે પરિણામ પામે ત્યારે તે ભાષા વાસ્તવિક વસ્તુ કીર્તન રૂપ (ચઉવિસત્થો) વંદન આવશ્યક બને છે તે રીતે ન કરતા કર્મબંધનું કારણ બને છે. પાંચ હિંસાદિ મહાપાપમાં અસત્ય' એ સૌથી મોટું પાપ છે. એક પણ અસત્ય વચન ૭મી રૌરવ નરકનું કારણ બને છે. વસુ રાજા માત્ર ગુરુમાતાનો પક્ષપાત કરી એક જ વખત ખોટું બોલતા સીધા ૭મી નરકમાં ગયા. અત્યંત કઠોર પરિણામ જ્યારે થાય ત્યારે જ તીવ્ર ખોટું બોલાય. અથવા સત્ય બોલવા મહાસત્ત્વની જરૂર પડે. જે મહાસત્ત્વશાળી ઉત્તમ આત્મા હોય તે જ સત્ય બોલી શકે મૌન પણ મહાસત્ત્વશાળી જીવ જ કરી શકે. તેથી મુનિઓનો જ ધર્મમુખ્ય પણે મૌન કહ્યો છે. મુને ભાવ મૌન' અર્થાત્ પરમાત્માનો પણ આ જ સ્વભાવ છે. સદા મૌન પણે રહેવું અને બોલવું તો સત્ય જ બોલવું.
આથી ચઉવ્હિસત્યો એટલે જિન પરમાત્માના ગુણ ગાવા એટલે મહાસત્ત્વ-સત્યના ગુણ ગાવા અર્થાત્ આત્માના ગુણની સ્તવના છે અને ગુણ સ્તવનાથી આત્માને આત્માના ગુણોની રુચિ પ્રગટ થાય છે અને તે ગુણમય બનવા સત્ય ફોરવવાનું સામર્થ્ય પ્રગટ થાય. અર્થાત્ વ્યવહાર આવશ્યકથી નિશ્ચય આવશ્યક પ્રગટ થાય. આત્માનું ભાષા વર્ગણા-ગ્રહણ– પરિણમન રૂ૫ વચન એ કર્મકૃત આવશ્યક બન્યું અને તે દૂર કરવા જ્ઞાનીઓએ ચઉવિસત્થો (વસ્તુ કીર્તન) સર્વ જિનોની સ્તુતિ રૂપ આવશ્યક ફરમાવ્યું છે. આમ ચલબ્ધિસત્યો એ આત્માના ગુણ સ્વરૂપ છે. જે આત્મા પોતાના ગુણથી પૂર્ણ થયા તે જ પરમાત્મા કહેવાય. ગૌતમ સ્વામી ચાર જ્ઞાનના સ્વામી છતાં છદ્મસ્થ હતા પરંતુ કેવલજ્ઞાન પ્રગટ થતાં જ કેવલી પરમાત્મા કહેવાય. તેથી પરમાત્માના ગુણ ગાવા એટલે પોતાના આત્માના જ ગુણગાન ગાયા તેમ કહી શકાય. શુધ્ધ-અશુધ્ધ આત્મતત્ત્વનો નિર્ણય થાય તો જ પરમાત્માના ગુણોનું આલંબન લઈને પૂર્ણ બની શકાશે. જ્યાં સુધી આત્મા અશુધ્ધ-અપૂર્ણ છે ત્યાં સુધી પૂર્ણતાનું આલંબન લેવું જ પડે. આથી નિશ્ચય સમજ્યા પછી વ્યવહાર દઢ થાય.
મનોયોગ અને વચનયોગ દ્વારા આત્માના કાયયોગને દૂર કરવા પ્રયત્ન કરે નહીં તો મનોયોગ અને વચનયોગ મળવા દુર્લભ થાય અને કાયયોગનો
નવતત્વ || ૨૪૪