________________
(૨)
(૩)
પણ મૌની કહેવાય 'યોગી–ભોગી વક્તા-મૌની અનુપયોગે ઉપયોગી માટે વચનયોગના સ્વરૂપને પ્રથમ જાણવું જરૂરી. a વચનના ચાર યોગ
સત્યવચન યોગઃ કેવલી ભગવતે જે વસ્તુ જે સ્વરૂપે પોતાના જ્ઞાનમાં જોઈ જાણી અને તે જ સ્વરૂપે પ્રકાશન કરી તેજ પ્રમાણે આપણને પણ તે વસ્તુ તે જ પ્રમાણે મુખ વડે કહેતે સત્યવચન છે. દા.ત. આત્મા છે, નિત્ય છે, પરિણામી છે આદિ. અસત્યવચનઃ કેવલીના જાણવા પ્રમાણે ન કહેવું દા.ત. આત્મા નથી અથવા આત્મા છે પણ અનિત્ય છે, અપરિણામી છે આદિ. સત્યાસત્ય (મિશ્ર) વચનઃ સંપૂર્ણ સત્ય ન હોય તેમ સંપૂર્ણ અસત્ય પણ ન હોય. બહુલતાએ સત્ય હોય અને અલ્પતાએ અસત્ય હોય. જેમ કે એક હજાર વૃક્ષ યુક્ત આંબાની વાડી કોઈ પૂછે આ વાડી શેની છે? આંબાવાડી છે તેમાં ૧૦–૨૦ ચીકુ વગેરેના વૃક્ષ હોય તો બહુલતા એ આંબાના વૃક્ષોની અપેક્ષાએ વ્યવહારથી તે વાત સાચી છે પણ નિશ્ચયથી બીજા પણ વૃક્ષો અલ્પતાએ છે. તો તે વાત ખોટી પણ પડે તેથી તે સત્યાસત્ય વચન છે. દા.ત. આત્મા નિત્યાનિત્ય દ્રવ્યથી નિત્ય છે. પર્યાયથી અનિત્ય છે. તેથી તે સ્વાદ્વાદ વાક્ય થયું. અસત્ય—અમૃષા : જેમાં સત્ય પણ નથી અને અસત્ય પણ નથી જેમકે ઘડો લાવ, તપ કરવો જોઈએ. વિગેરેમાં કોઈ ચોક્કસ હકાર કે નકારવાળી વાત નથી. માત્ર વ્યવહાર સૂચક ભાષા છે. તેને વ્યવહાર યોગ કહેવાય.
ચાર વચનયોગમાંથી કેવલીને માત્ર સત્ય વચન અને અસત્ય અમૃષા વચન યોગ હોય છે. તેમને તે નિમિત્તે માત્ર એક સમયનો ઈર્યાપથિક બંધ હોય છે. પણ રસહીન હોવાથી તરત બંધ, ઉદય અને નિર્જરા થઈ જાય, ટકે નહીં અને સાથે સાથે અઘાતિ કર્મોની નિર્જરા પણ ચાલુ રહે છે.
નવતત્વ // ૨૪૩