________________
અનાદિ સંબંધ છૂટે નહીં. યોગ એ વ્યવહાર ધર્મ છે. ઉપયોગ એ નિશ્વય ધર્મ છે બને ભેગા થાય ત્યારે જ માર્ગ બને, બે માંથી એક હોય તો માર્ગ બનતો નથી. યોગ હોય તે વખતે શુધ્ધ ઉપયોગ હોવો જોઈએ. શુધ્ધ ઉપયોગની આરાધના કરે ત્યારે તેને યોગમાંથી નીકળવાનો ભાવ હોવો જોઈએ. વ્યવહાર સામાયિકને છોડવા માટે વ્યવહાર સામાયિક કરું છું. મારા સ્વભાવ રૂપ નિશ્ચય સામાયિકને પ્રગટ કરી લઉં જેથી ફરી ફરી કદી સામાયિક ઉચ્ચરવું જ ન પડે. યોગમાંથી છૂટવાની ભાવના હોય તો જ વ્યવહાર સામાયિક સાચું થશે. કારણ યોગ એ આત્માનો વિભાવ છે. આથી નિશ્ચયનયથી હેય જ છે આથી યોગમાં પણ પ્રમાદ ન થાય. યોગનું પ્રવર્તન સારી રીતે અપ્રમતપણે થતું હોય ત્યારે તેમાં ગર્વનો સંભવ રહે છે. હું કેવી સુંદર ક્રિયા કરું છું?" આથી યોગ નિશ્ચયથી હેય મનાય તો યોગના પ્રર્વતનકાળે પ્રમાદન થાય. ખમાસમણું બેઠા બેઠા ન આપતા અપ્રમતપણે અપાય તેમાં પણ ગર્વ ન થાય. ઉદાસીન ભાવ રહે ને હજી યોગમાં હું ક્યાં સુધી પૂરાઈ રહીશ ક્યારે અયોગી થઈશ એમ આત્માની જાગૃત અવસ્થા રહે તો સામાયિક ભાવ ખંડિત ન થાય પણ તેની શુધ્ધિ-વૃધ્ધિ થાય. a પાંચમું કર્મફત આવશ્યકઃ મન
* જે શક્તિ વિશેષ વડે જીવ લોકમાં રહેલા મનોવર્ગણાને ગ્રહણ કરી વિચારરૂપે પરિણમાવે તેને મનઃ પર્યાપ્તિ કહેવામાં આવે. a મન બે પ્રકારે ૧. દ્રવ્યમન ૨. ભાવમન.
પર્યાપ્ત નામકર્મના ઉદયે યોગ્ય મનોદ્રવ્યને ગ્રહણ કરીને મનરૂપે પરિણમાવે તેને દ્રવ્યમન કહેવામાં આવે છે અને તે દ્રવ્યમનમાં જે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી આત્મામાં જે જ્ઞાનશક્તિ રૂપે પ્રગટ થાય તે જ્ઞાન દ્રવ્ય મન વડે શેયને જાણવાનું સમજવાનું કે બોધ રૂપે જે કાર્ય થાય તે ભાવમન છે. બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને મન નથી એટલે તેઓ અલ્પ પ્રમાણમાં મનોવર્ગણા ગ્રહણ કરી શકે છે. તેથી પૂરતા પ્રમાણે મનથી વિચારણા કરી શકતા નથી, માત્ર વર્ગણાના સંબંધી ઈષ્ટ–અનિષ્ટ સંબંધી
નવતત્ત્વ || ૨૪૫