________________
૧૩મે ક્ષાયિક જ્ઞાન સર્વજ્ઞના સ્વભાવરૂપ હોય. આથી સમતા કરવાની નથી. ક્ષમા દ્વારા સમતા પ્રગટ કરવાની છે.
પરમાત્મામાં અદ્દભૂત ગુણો છે. તે ગુણોના ગાન ગાવાના છે. પ્રભુ પોતાના અનંત જ્ઞાનાદિગુણો વડે જેવું જગત છે તેવું જોનારા, જાણનારા અને કહેનારા અને પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તનારા છે. આપણે પણ તે પ્રમાણે થઈ શકીએ છીએ. કારણ કે આપણે ભવ્ય છીએ. એટલે તે થવાની યોગ્યતા આપણામાં પડી છે. જે અભવ્યને નથી. તે માટે આપણને પ્રભુના ગુણગાન ગાવા વડે આપણા આત્મામાં તે ગુણો પ્રગટાવવાની–અનુભવવાની રુચિ પ્રગટે અને રુચિ પ્રમાણે પુરુષાર્થ કરી આપણે પણ તેવા જ થઈ જઈએ માટે ચઉવિસત્થો આવશ્યક છે. 0 પરમાત્મામાં નિશ્ચયથી છ આવશ્યક કઈ રીતે ? (૧) સામાયિક આવશ્યક સંપૂર્ણ મોહ જવાથી પૂર્ણ વીતરાગરૂપ સમતા
પરમાનંદમાં રમી રહ્યાં છે. (૨) વંદનાવશ્યક = પ્રગટેલું અનંત વીર્ય સદા અનંત જ્ઞાનાદિ ગુણમાં
પરિણમન થવા રૂપ અને આત્મપ્રદેશમાં
પરિણમન થવારૂપ સદા વંદનીય છે. (૩) ચઉસિન્હો જ પૂર્ણ સત્યનું જ પ્રકાશન કરવા રૂપ વસ્તુ કીર્તન
રૂપ સ્તુતિ વંદન છે. (૪) પચ્ચકખાણ a આત્માને અહિતકારી એવા સર્વનું સર્વથા ત્યાગ
કરવા વડે, નહીં ગ્રહણ કરવા રૂપ તેની ઈચ્છા રૂપ પરિણામ નહોવા રૂપ તથા સ્વગુણોમાં પૂર્ણ
તૃપ્ત હોવા પણે તપ ગુણ છે. (૫) કાઉસ્સગ્ન છે શ્વાસોચ્છવાસ રૂપ પણે કાયાનો સર્વથા નિરોધ
કરવા વડે અને કાયામાં હોય ત્યારે પણ કાયાના સર્વથા મમતાના ત્યાગપૂર્વક નિર્લેપ ભાવે,
નવતત્વ // ૨૪૧