________________
સામાયિક આવશ્યક શા માટે? "શાનાકળશ ભરી આત્મા, સમતારસ ભરપૂર,
શ્રી જિનેને નવરાવતાં કર્મ થાય ચકચૂર' આત્મા સ્વભાવે જ્ઞાનથી પૂર્ણ ભરેલો (કેવલજ્ઞાનવાળ) છે. આત્મા જ્ઞાનથી પૂર્ણ ત્યારે જ હોઈ શકે જ્યારે તે સમતાથી પૂર્ણ થાય. સમતાની શરૂઆત સમ્યગ્દર્શન સ્વભાવથી થાય. શમ એ સમ્યગુદર્શનનું લક્ષણ છે. પ્રથમ મિથ્યાત્વ મોહનીયના ઉદયનો ઉપશમ થાય પછી જ ચારિત્ર મોહનીયનો ઉપશમ વગેરે થાય. સમ્યગુદર્શન એટલે સર્વજ્ઞ કથિત સત્યને માનવું, સ્વીકાર કરવો અને રુચિ કરવી. ચારિત્ર એટલે તે પ્રમાણે કરવું (થવું) તે સ્વભાવરૂપ થવું તે ચારિત્ર સમતા છે. અર્થાત્ જ્ઞાનનું કાર્ય વસ્તુનો યથાર્થ બોધ કરવા રૂપ, સમ્યગુદર્શનનું કાર્ય-યથાર્થ બોધ થયા પછી તે વસ્તુ હેયોપાદેય આત્માના જે અહિત રૂપ તે હેય, ઉપાદેયમયતે હિત, તેનું તે રૂપે પરિણમન થવું તે સમ્યગદર્શન છે. તે પ્રમાણે હેયના ત્યાગ કરવા રૂપ અને ઉપાદેયના ગ્રહણરૂપ કાર્ય આત્મવીર્ય વડે કરવા રૂપ તે ગુણમય થવા રૂપ ચારિત્ર (સ્વભાવ રૂ૫) એ જ સમતાની પૂર્ણતા છે. સમતા બાધક થવામાં મુખ્ય કારણ આત્મામાં વિભાવ કષાય (મોહ પરિણામ) છે. મિથ્યાત્વ મોહનીયના ઉદયથી આત્માને પોતાના જ્ઞાનાદિ ગુણની રુચિ ન થાય અને પરની રુચિ થાય. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાન પ્રગટ થાય છે તે ઈન્દ્રિયો અને મન વડે તે વસ્તુને જાણવાનું કામ કરે અને સત્તાગત મોહનો ઉદય થવાથી તે મોહ જ્ઞાનમાં ભળી જાય એટલે ઈન્દ્રિયો વડે થતાં જ્ઞાનમાં આત્મા જ્ઞાતા બનવાને બદલે શેયમાં કર્તા ભોકતા બનવાની રુચિવાળો બની જાય. તે જોય લેવા, ભોગવવાના પ્રયત્નવાળો થઈ સમતા ગુમાવી વિષય વાસના રૂપે થઈ કર્મ બાંધે છે. આથી ઈન્દ્રિયો સમતાના કારણભૂત ન થતાં વિષયના કારણભૂત થઈ તે આત્માની વિભાવ અવસ્થાથી આત્માને સમતા સ્વભાવમાં લાવવા સામાયિક, જ્ઞાનીકૃત વ્યવહાર સામાયિક આવ્યું. તેનું સાધન ઈન્દ્રિયો માત્ર જ્ઞાનનું સાધન બને વિષયનું સાધન ન બને તો તે સામાયિકના સાધનરૂપ ઈન્દ્રિયો બને.
નવતત્ત્વ || ૨૩૪