________________
રહેલો છે. જ્ઞાનાદિગુણો આત્મપ્રદેશમાં તાદાભ્ય સ્વરૂપે છે.
આત્માના શાન વિના ધ્યાન કઈ રીતે થાય?
તો પછી પરનું જ્ઞાન-પરનું ધ્યાન. અનાદિકાળથી જ જીવ પરના સંયોગ વાળો બનેલો શરીરાદિ અશુધ્ધયોગને પોતાનો યોગમાની તેના ધ્યાનમાં રહેલો છે. તેના જ ઔદયિક ભાવમાં રહેલ છે. જ્યાં સુધી ભાવ ત્યાં સુધી ભવ છે. પરાવર્તન પામીને અશુભમાંથી માત્ર શુભમાં આવવાનો પ્રયત્ન થાય. શુભભાવને ધર્મ માની લીધો છે. પણ જ્યારે આત્મા ભાવથી સ્વભાવમાં આવે ત્યારે ભવવિસર્જન, વિભાવનું વિસર્જન અને કર્મનિર્જરા થાય. ભાવધર્મ એ નિશ્ચયથી ધર્મ નથી પણ ધર્મનું કારણ છે. તેથી વ્યવહારથી તે ધર્મ કહેવાય છે.
મૈત્રાદિ ચાર ભાવ વ્યવહારથી પણ ધર્મ ક્યારે કહેવાય?
જો મૈત્યાદિ ભાવ આત્માને પોતાના સામાયિકાદિ સ્વભાવ સન્મુખ કરે ત્યારે વ્યવહાર ધર્મ કહેવાય નહીં તો સંસારનું જ કારણ છે. જ્યારે કોઈ આત્માનું દુઃખ જોઈ કરુણા આવે તો તે સાથે તેની સત્તાગત સિધ્ધ અવસ્થા અને પોતાની પણ સિધ્ધ વિતરાગ અવસ્થા સામે આવે. તો હું વિતરાગ સિધ્ધ નથી માટે આ દુઃખી જીવો પર કરુણાનો ભાવ કરવો જોઈએ તો આત્મ સ્વ સ્વભાવ સન્મુખ છે. છ આવશ્યક એ આત્માના સ્વભાવ સ્વરૂપ છે. જ્યાં સુધી આવશ્યક, સ્વભાવ સ્વરૂપ ન બને ત્યાં સુધી નિર્જરા ન થાય. કારણ શુભભાવથી પુણ્ય કર્મબંધ થાય અને સ્વભાવ (ગુણમય અવસ્થા) થી કર્મનિર્જરા થાય.
સર્વ પરમાત્માએ આવશ્યક વ્યવહાર શા માટે કહ્યાં?
આત્માના જે સ્વભાવ સ્વરૂપ આવશ્યક તે કર્મથી આવરિત થવાથી વિભાવરૂપ આવશ્યક આવ્યા. જેમ આહાર એ આત્માનો સ્વભાવ નથી તે આહાર જીવને અવશ્ય ગ્રહણ કરવો પડે છે. તેથી આહારએ કર્મકૃત આવશ્યક થયું. આહારાદિ પુદ્ગલ નિવારણ માટે પચ્ચકખાણ આવશ્યક આવ્યું. કાયા દ્વારા જગતને નમે છે તે દૂર કરવા વંદન આવશ્યક આવ્યું. તેમાં આત્માના ગુણ વડે જ
નવતત્વ // ૨૩ર