________________
ગુણોને વંદન કરવાનું છે. નિશ્ચયથી તે માટે ગુણ-સમૃધ્ધ આત્મા એવા ગુણીજનને ગુણ માટે વંદનાવશ્યક આવ્યું. તે પ્રમાણે આત્મવીર્ય વડે ગુણીને વંદન ૨૪ કલાક કરવાનું છે. કેવલીઓ કેવલીને વ્યવહાર વંદન કરતા નથી કારણ તેમને અનંતવીર્ય પ્રગટ થવાથી તેમનું અનંતવીર્ય તેમના અનંત જ્ઞાનાદિ ગુણમાં સદા પરિણમન થઈ રહ્યું છે. તેથી તેમને નિશ્ચય વંદન સ્વભાવ સ્વરૂપે પ્રગટ થઈ ગયું તેથી તેમને વંદન નહીં. આપણને તે ઉપયોગ રહે છે કે ૨૪ કલાક નિશ્ચયાવશ્યક વંદન પ્રગટ કરવાનું છે તે માટે વ્યવહારથી ત્રિકાળવંદન એ સર્વકાળ વંદનનું સૂચક છે. વ્યવહાર નિશ્ચય માટે જ હોય. ગુણ-ગુણીને વંદનન કરે તો નિર્જરા ન થાય. આથી ઓઘથી પણ ગુણ ઉપર બહુમાન ભાવ પ્રગટ થવું જોઈએ ગુણનું લક્ષ કરે. ગુણ દ્વારા ગુણને જ વંદન કોણ કરે? જે વર્તમાનમાં ગુણથી પૂર્ણ નથી થયા તે પૂર્ણ થવા પૂર્ણ થયેલાને અથવા પૂર્ણ થવા માટેની પ્રતિજ્ઞા ધારણ કરી તે માટે જે પ્રયત્ન કરતા હોય તેને વંદન કરવાના છે. એથી મુખ્ય પોતાના જ ગુણ વડે સાધના કરવાની છે.
જ્યાં સુધી આ લક્ષ ન આવે ત્યાં સુધી ક્રિયા યોગ તપ સહિત કરવા છતાં શરીર–વિધિ આદિની અપ્રમતતા કેળવાઈ જાય તો પણ તેમાં જ્યાં સુધી નિશ્ચયથી જ્ઞાનગુણ, દર્શનગુણ, ચારિત્ર, તપાદિ ગુણ ન ભળે ત્યાં સુધી નિર્જરા ન થાય. નિર્જરા સ્વગુણ પ્રધાનતાથી થશે. તેથી સ્વભાવ સ્વરૂપ આવશ્યક ન બને ત્યાં સુધી નિર્જરા ન થાય.
જ્યાં સુધી કર્મકૃત આવશ્યક છે ત્યાં સુધી જ્ઞાની કથિત્ત વ્યવહાર આવશ્યક છે. તેમાં સામાયિક આવશ્યકની પ્રધાનતા છે. બાકીના બધા આવશ્યકો શુધ્ધ સામાયિક આવશ્યક માટે કરવાના છે. આત્માનો સામાયિક સ્વભાવ (સમા) પૂર્ણ પ્રગટ થયા પછી એકપણ વ્યવહાર આવશ્યક કરવાના નથી. કારણ આત્મા પોતાના પૂર્ણ સ્વભાવમાં આવી ગયો. પ્રમાદનો સર્વથા આત્મામાંથી વિગમ થયા પછી હવે કોઈ અતિચાર લાગે નહીં. શુભાશુભ ભાવ જવા વડે ભાવાતીત થવા વડે ભવના કારણો બધા ગયા છે. આથી તેમને હવે વિભાવમાં જવાનું થાય નહીં આથી પોતાના સ્વભાવમાં જ રહેવાનું થાય. તેથી બધા આવશ્યકો, સામાયિક આવશ્યક માટે કરવાના છે. તેનો ખ્યાલ સાધુને આવવો જોઈએ.
નવતત્વ // ૨૩૩