________________
થાય તેવો અભ્યાસ કરી ભવનું વિસર્જન કરવાનું કાર્ય કરી મનુષ્ય ભવ સફળ કરવો જોઈએ. ચિત્તને જડમાંથી ખસેડી ચેતનદ્રવ્યમાં સ્થિર કરી સ્વઆત્મામાં ડૂબવું જોઈએ.
'નિર્મળ જ્યોતિ નિરજનો નિરાલંબી ભગવાન.' અંતર દષ્ટિ દેખિયે, પુદ્ગલ ચેતનરૂપ.'
(અધ્યાત્મ બાવની) આત્મા નિર્મળ જ્ઞાન રૂપી જ્યોતિર્મય, પ્રકાશમય બની જાય, રાગાદિભાવનો ક્ષય, સ્વમાં સ્થિરતા પોતે ચેતન રૂપે છે વીતરાગી બની જાય. આમ પરમાત્માનું આલંબન લઈ પોતાના આત્મદર્શનમાં સ્વરૂપમાં સ્થિર થવાનું છે માટે પહેલા અશુભ વિચારમાંથી શુભ વિચાર પછી ચિંતન પછી આલંબન.
"વસ્તુ વસ્તુ વિચારતાં મન પામે વિશ્રમ.' આમ થાય ત્યારે આત્માનું વારંવાર ચિંતન કરે મનન કરે તો આત્માનો પાકો નિર્ણય થાય પરમાત્માના વચન પ્રમાણે હું સત્તાએ શુધ્ધ છું સિધ્ધ છું. પૂર્વ ગુણમય છું. તે હું જ આત્મા છું.' આવો નિશ્ચય દઢ પાકો થવો જરૂરી છે. રૂ કરેમિ ભંતે સૂત્રમાં – ૬ આવશ્યક સમાયેલા છે. ૧. સામાયિક-સામાઈ ૪. પ્રતિક્રમણ-પડિક્કમામિ (પ્રથમ) ૨. ચઉવિસત્થો–ભતે (પ્રથમ) ૫. કાઉસ્સગ્ગ–અપ્પાણે વોસિરામિ ૩. વંદનાવશ્યક–ભતે (બીજુ પદ) ૬. પચ્ચકખાણ–સાવજ્જ જો– પચ્ચકખામિ 3 આવશ્યક નિર્જરાનું કારણ ક્યારે બને?
આત્મા પોતાની સ્વભાવદશામાં આવે ત્યારે નિશ્ચથી સકામ નિર્જરા કરે. સ્વભાવદશાની શરૂઆત પ(પાંચ) માં ગુણસ્થાનકથી થાય.ચોથા ગુણસ્થાનકે નિર્જરા વ્યવહાર થાય. સમક્તિનું પ્રથમ સ્થાન આસ્તિકય રૂપ શુધ્ધોપયોગમાં આવવું જરૂરી છે. સૌ પ્રથમ પોતાનો આત્મા જોય રૂપ છે અને શેયનો જ્ઞાતા પણ છે. તેનું સ્વરૂપ શું છે તેનો ઉહાપોહ જરૂરી. મારો આત્મા તાદાભ્ય ગુણ સ્વરૂપે
નવતત્ત્વ || ૨૩૧