________________
પુગલના સંયોગરૂપ વિષયો પરમાત્માના પુણ્ય હોય છે. અભવ્ય–ભારે કર્મી જીવો તેમાં આસક્ત થઈ મહાકર્મબંધ કરી ભવભ્રમણ વધારે, ઉત્તમજીવો તેમાં પણ વિરક્ત થઈ જિનવાણીનું પાન કરી વૈરાગ્યરસથી ભીંજાય. સંસારનો ત્યાગ કરી વીતરાગ થવાના પ્રયત્નવાળા બને આમ પુદ્ગલ શબ્દ આર્તરૌદ્ર–ધ્યાન દ્વારા ભવભ્રમણ અને ધર્મ અને શુક્લ ધ્યાન દ્વારા ભવનિસ્તારનું નિમિત્ત કારણ બને. 1 કષાયને પ્રજવલિત કરવામાં શબ્દ સગડી રૂપ બને :
કષાયને પ્રજ્વલિત કરવામાં શબ્દ એ સગડી છે. શબ્દ કાંટા કરતા વધારે તીર્ણ છે. તેના ઘા વર્ષો સુધી રૂઝાય નહીં. શબ્દ જ્યારે યાદ આવે ત્યારે ત્યારે પીડાય આમ જો કષાય ભાવ–વેર ભાવથી છોડાયેલા શબ્દો જો પકડવામાં આવે અને તેને
જ્યારે જ્યારે યાદ કરવામાં આવે ત્યારે તે આત્માના સામાયિક સ્વભાવનું ખંડન કર્યા કરે. સાધુપણામાં શ્રવણનું પાપ સૌથી ભયંકર પણ છે અને લાભકારી પણ છે.
શ્રમણ કોને કહેવાય? 'श्रमम् आनयन्ति पंचेन्द्रियाणि मनश्चेति श्रमण : ।
સાધુ શ્રમણ' કહેવાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયોથી જે કંટાળી ગયો થાકી ગયો છે તેથી ઈન્દ્રિયો વિષયમાં પરાડમુખ બનેલો સાધુ કાયાને તપથી તપાવે, વિષયો હટાવે અને ગુણ પ્રાપ્તિ અર્થે આત્મા સાથે અપ્રમત્તપણે જોડાય. તેથી બીજું સાર્થક નામ શ્રમણ એટલે તપસ્વી કહ્યો. અર્થાત્ જગતને તત્ત્વદષ્ટિથી જોવાને ટેવાયેલો હવે આખોથી જગતને જોવા, કાનથી સાંભળવાકે મુખથી કહેવાને જે કંટાળેલો કે થાકી ગયેલો છે તે સાચો શ્રમણ છે. શ્રવણનો રાગ જીવોને સમતા સ્વભાવથી પછાડે છે. સાધુ પાંચ સંસારમાંથી ચારને તો છોડી શકે છે, કાયાકામિની-કુટુંબ-કંચન, પણ પાંચમો સંસાર જે કીર્તિ તેને છોડવી દુષ્કર. સાધુની નિશ્રામાં ચતુર્વિધ સંઘે કરેલી માસખમણ, ઉપધાન આદિ વિવિધ અનુષ્ઠાનની આરાધનાની અનુમોદના દ્વારા સ્વગુણની ઘણી વૃધ્ધિ થાય પણ પોતાની નિશ્રામાં આરાધના થઈ પોતાના પ્રભાવે થઈ તેવો અહં આત્મામાં પ્રસરતા ગુણ અનુમોદનાને બદલે પોતાની ચારે તરફ કીર્તિ ફેલાતી જોઈ આનંદ પામે,
નવતત્વ || ૨૨૯