________________
| કાયાની મમતા જાય તો સહનશીલતા-સમતા ખીલે :
અરૂપી આત્મા રૂપી પુગલને ગ્રહણ-વ્યવહાર કરે છે. બીજા અરૂપી આકાશાસ્તિકાયાદિ દ્રવ્યો રૂપી એવા પુદ્ગલદ્રવ્યને ગ્રહણ કરતા નથી, સાથે રહેલા છે પણ તેઓ તેનાથી પૂર્ણ અલિપ્ત છે અને પોતપોતાના સ્વભાવમાં સ્થિર છે તેથી તેમને કોઈ બાધા નથી. આત્મા જ પુગલના પનારે પડી પોતાના સ્વભાવને ભૂલી તેવા સ્વભાવ પ્રમાણે વર્તવા જાય અને પીડા પામે છે. આથી આત્મા જ્યાં સુધી પુદ્ગલ (શરીરાદિ) સાથે રહે ત્યાં સુધી પીડા પામે, પોતાના સ્વભાવ પ્રમાણે ન વર્તે તો વિશેષથી (ભાવ પીડા) પામે. પુદ્ગલના સંગે આત્માનું અવ્યાબાધ સ્વરૂપ પ્રગટ ન થાય ત્યાં સુધી સ્વયં પીડા પામે બીજાની પીડામાં . નિમિત્તભૂત પણ બને. આથી આત્માએ પોતાનો તથા પરના સ્વભાવ–સ્વરૂપનો તત્ત્વ નિર્ણય કરવો જરૂરી છે. જેથી માત્ર ઔચિત્ય વ્યવહાર કરવા માત્ર થશે. જે રાગાદિનું કારણ ન થતાં નિર્જરાનું કારણ બને. કાયા પ્રત્યેની મમતા જાય તો કાયાની પ્રતિકૂળતામાં સહનશીલતા અને સમતાની શક્તિ ખીલે અને આપણો પ્રેમ જે રાગરૂપે વિકાર પામી પુદ્ગલના આકારાદિમાં ઢોળાય તે હવે બંધ થઈ તે આત્મના ગુણ ઉપર ઢોળાય તો સ્વમાં વ્યાપેલ નિર્મળ પ્રેમ સર્વ જીવ પર વ્યાપે. a સમતા કઈ રીતે પ્રગટાવવી?
ઈન્દ્રિયો મતિ–શ્રુત જ્ઞાનનું કારણ છે. આત્મામાં મતિજ્ઞાનના સંસ્કારો પડે છે. તે દઢ થયેલા સંસ્કારો નિમિત્ત મળતા જાતિ સ્મરણરૂપે કે ઓઘ સંજ્ઞારૂપે પ્રગટ થાય છે. ત્યારે ફરી રાગ-દ્વેષના સંસ્કારો ઉદયમાં આવે છે. તેથી વસ્તુ વ્યક્તિના સંબંધો પ્રત્યે દષ્ટિ હોતી નથી. આથી વસ્તુ કે વ્યક્તિ શું છે? જડ કે જીવ છે તેનું તે રીતે (યરૂપે) જ્ઞાન થાય, જીવ અરૂપી છે તો તે નિર્વિકાર છે તો નિર્વિકાર દષ્ટિ ખીલે, પુદ્ગલ જડ છે, તે હેય છે તેથી તે જોવાય નહીં તરત દષ્ટિ ત્યાંથી ખેંચી લેવાય અને ઉદાસીનભાવ કેળવાય તો રાગદ્વેષ ન થાય અને સમતાનો સ્વભાવ ખીલે. અશુભમાંથી શુભમાં અને શુભમાંથી શુધ્ધમાં જવાનું છે. ચક્ષુઈન્દ્રિય
નવતત્ત્વ || રર૫