________________
તથા વેશ્યાનું શરીર, અંગોપાંગ, ઈન્દ્રિયો, વાળ, નખ, શરીર પર રહેલા વસ્ત્રો, ઘરેણા વગરે અચિત્ત છે. પણ તે સચિત્ત સાથે જોડાયેલા હોવાથી તે સચિત્તાચિત્ત છે. વેશ્યા લોકમાં અશુભ ગણાય તેથી સ્ત્રી તરીકે હલકી જાતિ ગણાય. તેથી તેના શરીરાદિ અવયવો પણ રાગ કરવા યોગ્ય નથી. પણ તે નિશ્ચયથી સત્તાએ તો સિધ્ધાત્મા છે તેથી તે પ્રેમપ્રમોદનું પાત્ર છે. વેશ્યા પર્યાયે કરુણાનું પાત્ર છે. આમ માત્ર જો ચામડાની સ્કૂલદષ્ટિથી જોવાથી સ્ત્રી વેશ્યા–ભોગનું પાત્ર દેખાય પણ તત્ત્વદષ્ટિથી જોવાથી તે મૈત્રી–પ્રમોદ, કરુણાનું તથા માધ્યસ્થભાવ રૂ૫ દષ્ટિથી જોવાથી સ્થૂલભદ્ર મહાત્માનો સામાયિક સ્વભાવ અખંડિત રહ્યો.
આપણે વ્યવહાર સામાયિકમાં તત્ત્વદષ્ટિ કેળવવા એવો અભ્યાસ કરીએ કે જેવી વસ્તુ દષ્ટિમાં આવે અને તે વસ્તુ શેયરૂપે જ અપેક્ષાએ શુભાશુભ છે પણ રાગ-દ્વેષ કરવા યોગ્ય નથી. ત્યાં માત્ર આપણે વસ્તુના જ્ઞાતા દષ્ટા બનવાનું છે. પરંતુ તેના કર્તા-ભોકતા બની રાગ-દ્વેષ કરી સમતા સ્વભાવને ખંડિત કરવાનો નથી. માત્ર પ્રયોજન પડયે વસ્તુ જેટલી જરૂર હોય તેટલી હેયોપાદેયના નિર્ણયપૂર્વકઔચિત્યવ્યવહાર કરવાનો, તેમાં ઉદાસીન પરિણામે રહી સ્વસ્વભાવ (સમતા) ચૂકી ન જવાય તેની કાળજી રાખવી જોઈએ. મોટા ભાગનાં જીવો મિથ્યાત્વને વશ બની સુખ દુઃખનો નિર્ણય પોતાની માન્યતા મુજબ અર્થાત્ જ્યાં અનુકૂળતા લાગે ત્યાં સુખ અને પ્રતિકૂળતા લાગે ત્યાં દુઃખનો નિર્ણય કરી પોતાના આત્માના સુખથી દૂર રહે છે. મિથ્યાત્વના ત્યાગ પછી જ કષાયનો ત્યાગ અને કષાયના ત્યાગથી જ સ્વભાવનું જોડાણ થાય. સ્વભાવનું જોડાણ એટલે સ્વમાં સ્થિરતા અને પરથી અસ્થિરતા. કારણ કે વિપરીત સ્વભાવવાળા ભેગા રહી શકે નહીં અને રહે તો લડયા વિના રહે નહીં અને સંસારના વ્યવહારમાં તે વાત અનુભવથી સમજાય તેવી છે કે પતિપત્ની વિપરીત સ્વભાવવાળા હોય તો બને વચ્ચે સતત કંકાસ ચાલુ હોય છે. આ જ વાત આત્માના વિષયમાં લાવવાની છે કે આ આત્મા અરૂપી છે. એના ગુણો પણ અરૂપી છે અને આપણે જેની સાથે રહ્યા છીએ અને વ્યવહાર કરીએ છીએ તે બધું રૂપી છે. અરૂપી રૂપીને ગ્રહે એજ અચિજ વાત."
નવતત્વ // ૨૨૪