________________
તેનો ઉપયોગ સતત રહેવો જોઈએ નહીં તો આખું જગત પાંચ વર્ણમય, પાંચ આકારમય છે તેમાં સહજ નિર્વિકારી એવો જીવ રૂપ આકારને પામી વિકારી થાય. સર્વજ્ઞ પરમાત્માએ જીવોને બચાવવા પંચપરમેષ્ઠિના વર્ણ પણ પાંચ બતાવ્યા છે. જગતના રૂપ આકારનો રાગ છોડાવવા પંચ પરમેષ્ઠિના રંગ આકાર બતાવી તેમાં સ્થિર થઈ અર્થાત્ પંચ પરમેષ્ઠિના શુભ પાંચ વર્ણ રૂપ આલંબન ધ્યાન વડે આત્મા નિરાલંબન ધ્યાન વડે પોતાના નિર્વિકારી સ્વભાવમાં સહજ આવી શકે તેનો માર્ગ બતાવ્યો છે.
આમ જીવે ચક્ષુ ઈન્દ્રિય વડે અપ્રશસ્ત આલંબન છોડી પ્રશસ્ત આલંબન પકડીને તેમાં સ્વરૂપ જ્ઞાન વડે નિજ આત્માનું ધ્યાન કરવાનું છે. અર્થાત્ આંખ વડે રૂપને જોઈને સ્વરૂપી બનવાનું છે. પરમાત્માનું રૂપ જોઈને ગમી જાય તો શુભકર્મબંધ પુણ્ય બંધાવે. પરમાત્માનું બાહ્ય રૂપ આકાર ગમ્યો તેથી આપણને પણ શુભ આકાર મળે.
'રૂપ નિહાળી પરિચય કીનો, રૂપે તું નહીં આયો'
જે જે અંગે પૂજા તે તે અંગે તુ નાહિ, તું તો સકળ સ્વરૂપ જગતમાં.' (પૂ. માનવિજયજી મહારાજ)
યૈઃ શાન્તરાગ–રુચિભિઃ પરમાણુ ભિન્વં નિર્માપિત સ્ત્રિભુવનૈક—લલામ–ભૂત ! ||૧૨ી
(શ્રી ભક્તામર સ્ત્રોત્રમ્)
પરમાત્માના રૂપ જેવું ત્રણ જગતમાં અન્ય કોઈનું તેવું અદ્ભૂત રૂપ હોતું નથી. તેટલા જ પરમાણુ જગતમાં હોય જેનાથી પરમાત્માના રૂપનું નિર્માણ થાય. એટલે દેવો પણ પરમાત્માના રૂપને નિહાળવા ભ્રમર રૂપ બને છે. આથી સહજ આપણને રૂપ ગમી જાય પણ પરમાત્માના રૂપને પકડી જગતના રૂપમાં ઉદાસીનતાવાળા અને પરમાત્માના રૂપમાં સ્થિર બની પછી પરમાત્માના તત્ત્વનો પરિચય કરી પરમાત્માનું રૂપાતીત સ્વરૂપ પકડી તેનું ધ્યાન ધરી સ્વયં રૂપથી રહિત બનવાનું છે. આમ, ચક્ષુઈન્દ્રિય વડે રૂપને જોઈને પછી દિવ્ય ચક્ષુ વડે રૂપાતીત
નવતત્ત્વ // ૨૨૨