________________
1 કામ સંશાથી પિડાતા જીવો વિતીયના રૂપમાં આકર્ષાઈ તેના
વિયોગમાં અગ્નિને શરણ થવા તૈયાર થાય.
રાજા–કલાવતીમાં મગ્ન બનેલો હતો પણ તેને ખોટો ભ્રમ થયો કે કલાવતીના હૃદયમાં બીજો પ્રિયતમ છે. તરત તેને જંગલમાં મૂકાવી, કાંડા કપાવ્યા. પણ સત્તી તરીકે ખાત્રી થઈ કે તરત ફરી તેની શોધમાં નીકળ્યા. તે ન મળતાં અગ્નિમાં બળવા પણ તૈયાર થયો. પૂર્વભવમાં રાજાએ પોપટનો જીવ હતો. તેની ચાંચ-પાંખ–તેનું રૂપ બોલવાની કળાદિથી કલાવતી પૂર્વભવમાં સુલોચના રાજપુત્રી તરીકે તેમાં આકર્ષણ પામી હતી. તેથી પતિ-પત્નિનો સંબંધ બંધાયો.
રૂપાના આકર્ષણનું કારણ દેહાધ્યાસજડ પર રાગ થવામાં મુખ્ય કારણ પુદ્ગલના રૂપ–આકાર છે.
"છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મનો નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.
જ્યાં સુધી જીવનું આ અજ્ઞાન છે કે હું દેહ છું, રૂપવાન છું રૂપગ્રહણ ભોગવી શકું છું. આ દેહાધ્યાસ ઘટે નહીં ત્યાં સુધી તે કર્મનો કર્તા અને કર્મનો ભોકતા બને છે અને સમતા સ્વભાવનો કર્તા–ભોક્તા બની શકતો નથી.
પંચ પરમેષ્ઠિના પાંચ વર્ષ જગતના પાંચ રૂ૫ અને પાંચ આકારમાંથી છૂટવા માટે છે.
ઈન્દ્રિયોને જ્ઞાનના સાધન આગમ રૂપ ન બનાવવામાં આવે તો તે મહાઆશ્રવનું કારણ બની ભવાત્તરમાં આંખ વિનાના ભવોમાં ભટકાવે. જ્ઞાતા સ્વભાવવાળો આત્મા રૂપ આકારને ચક્ષુ ઈન્દ્રિયો વડે માત્ર જોવા જાણવા રૂપ કાર્ય કરી પ્રયોજન વડે તેનો ઉચિત વ્યવહાર કરવો પડે તો તેમાં રાગ-દ્વેષ ન ભળવા દેવાનું લક્ષ અને ઉદાસીન ભાવે રહેવાથી રૂપમાં સમતાની રક્ષા થાય. આત્માને કર્મના ઉદયે શરીરમાં રૂપ અને આકારની પ્રાપ્તિ થઈ, આત્માનિર્વિકાર સ્વરૂપે હતો તેના બદલે સતત રૂપ આકારમાં વિકારી બની સમતા સ્વભાવમાં રહી શકતો નથી. તેથી આત્માને પોતે નિરાકાર છે, નિર્વિકાર પોતાનો સ્વભાવ છે
નવતત્વ // ૨૨૧