________________
પોતાના વિષયરૂપ આકારને સ્પર્યાવિના જ પકડી લે. પત્રિકાદષ્ટિ સામે આવતા ડિઝાઈન, ફોટો, અક્ષરના હેડીંગ અને વિષયને પકડી લે અને પછી તેમાં શુભાશુભનો નિર્ણય કરે. જો ધર્મના પ્રસંગની પત્રિકા છે તો શુભ ગણાય અને લગ્નની અશુભ. ધર્મ પત્રિકાને પણ માત્ર આરાધના અનુષ્ઠાનને જણાવવાના સાધન માત્ર છે તેમ ન સ્વીકારે તો તે પણ રાગદ્વેષનું સાધન બને. તેમાં પોતાની નિશ્રાના અનુષ્ઠાનની પત્રિકાની ડિઝાઈન, ભપકો બીજાથી સારા પણાનો ખ્યાલ આવતા તેમાં માન કષાય વૃધ્ધિ પામે. સામાયિકને ખંડન કરે. તેમ પરમાત્માની વિશિષ્ટ રત્નોથી દ્રવ્યોથી આંગી જોઈ આનંદ પણ પરમાત્માના મુખારવિંદ પર તરવરતી પર પ્રસન્નતા, કોમળતા, કરુણા, ઉદાસીનતા આખોમાં ઝરતી નિર્વિકારતા, વિતરાગતા ગમે નહીં. તેની રુચિ પ્રગટ ન થાય તો, સામાયિક ભાવ ખંડીત થાય. 1 ભાવમાંથી સ્વભાવમાં જવાની સાધના અનુપમાએ સિધ્ધ કરી
અનુપમાદેવી નેમનાથ પ્રભુની દિવ્યકાંતિ વીતરાગાદિ જોઈચિત્ત પ્રસન્ન પામ્યું. સાથે પોતાનો દેહ ૩ર લાખ હીરા-મોતીના દાગીનાથી મઢેલો જોઈ ખેદ પામ્યા. પરમાત્માના અંતર ગુણોના વૈભવ-તેજ આગળ તે ફિક્કા લાગ્યા તેથી તે બધા ઘરેણા પરમાત્માને ચડાવી પોતાનો ભાર હળવો કર્યો. રાગના બંધનમાંથી છૂટવાનો આનંદ વ્યક્ત કર્યો. વિતરાગનો અનુબંધ બાંધ્યો, આમ તેણે અશુભ ઘરેણાને પરમાત્માને ચડાવી તેને શુભમાં ફેરવ્યા અને આનંદ તેમાંથી છૂટવાનો થયો અને વિતરાગતાની અનુમોદનાનો આનંદ વ્યક્ત થયો. વીતરાગને ચડાવવાથી મારો રાગ હવે ઘરેણા પર નહીં જ રહે, તેની ખાત્રી થઈ. શ્રધ્ધા દઢ થઈ વીતરાગને આપણે આપીએ એટલે પ્રભુ આપણને શું આપે? તો વીતરાગતાના અંશ ચોક્કસ આપે. તે વાત તેમના માટે સત્ય પૂરવાર થઈ. ત્યાંથી સિધ્ધગિરિરાજ ગયા તેજપાલ–વસ્તુપાલે ફરી તેને ઘરેણાથી મઢી નાંખી. આદીશ્વર દાદા પાસે જઈ આદીશ્વર દાદાને પણ સર્વ ઘરેણા ચડાવીને આનંદ વ્યક્ત કર્યો. વીતરાગતાનો અનુબંધ વધારે દઢ કર્યો. તે શાસન પ્રભાવનારૂપ થયું તેને જોઈ તેની દાસીએ પણ તેનું અનુકરણ કર્યું. બીજાઓએ પણ તે પ્રમાણે ત્યાગની
નવતત્ત્વ // રર૬