________________
સદગુરૂ, જ્યારે પ્રવચન અંજન–તત્વનું અંજન કરે ત્યારે ચક્ષુ દિવ્યચક્ષુ બની જાય અને ત્યારે તે જગત સર્વને માત્ર તત્વ દષ્ટિથી જોનાર બને છે. સર્વત્ર માત્ર સારભૂત જીવતત્વ સિવાય કોઈપણ વસ્તુ સારભૂત દેખાતી જ નથી. જીવ જ શાશ્વત ચેતનામય અપૂર્વ જ્ઞાનાદિથી પૂર્ણ. જે જગત શોધી રહ્યું છે તે 'આનંદ' આત્મા સિવાય કોઈ વસ્તુમાં નથી. માત્ર આત્મામાં જ રહેલો છે અને તે આનંદ તેને જ મળે જે પોતાની ઈન્દ્રિયોને પાંચ વિષયોમાંથી વાળી લે અને તેને આત્માના પાંચ નિશ્ચયથી જે ગુણ સ્વભાવરૂપ છે તેમાં જોડી દે ત્યારે આત્મા પરમાનંદ તત્વભૂત પંચપરમેષ્ઠીનો અનુભવ કરે છે. જ્યારે પાંચે ઈન્દ્રિયો જગતને જોવા જાણવા અને અનુભવવા માટે બુદ્દી–મુંગી–બહેરી અને આંધળી બની જાય અને જગતથી પરાડઃમુખી થાય ત્યારે આત્મા જાગૃત થાય અને તે આત્માને જોવાનું, રક્ષણ કરવાનું, આત્મ સ્વભાવમાં જ રમવાનું કાર્ય કરે છે. a ચક્ષુ ઈન્દ્રિય એ સામાયિકનું પરમ સાધન ક્યારે થઈ શકે?
ચક્ષુ ઈન્દ્રિય વડે થતું જ્ઞાન જ્યારે ધ્યાન સ્વરૂપ બને ત્યારે તે સામાયિકના પરમ ઉપકરણરૂપ બનેલું કહેવાય, નહીં તો તે આશ્રવ સ્થાનરૂપ છે. જ્ઞાન ધ્યાન રૂપે ત્યારે બને જ્યારે તે જ્ઞાન સમ્યકત્વથી યુક્ત હોય. સમ્યગદર્શન શુધ્ધ યો શાન વિરતિમેવ ચાનીતિ
(તત્વાર્થ સૂત્રકારિકા) સમ્યગુદર્શનથી શુધ્ધ બનેલ જ્ઞાન જ જીવને વિભાવમાં જતા રોકીને સ્વ-સ્વભાવ ધર્મમાં જોડે છે. સ્વશુધ્ધ સ્વભાવની રુચિ થવી તે સમ્ય દર્શનનું કાર્ય છે અને સ્વ–સ્વભાવ સાથે જોડાઈ જવું તે સામાયિક (ચારિત્ર) ધર્મ છે, અર્થાત્ પોતાની સમતાને અનુભવે. ચક્ષુ ઈન્દ્રિય વડે માત્ર રૂપી પદાર્થનું તે પણ અલ્પ મર્યાદિત જ્ઞાન થાય અને તે પણ વસ્તુના ઉપરના અમુક જ પર્યાયનું જ્ઞાન થાય છે. તેથી આખથી થયેલું વસ્તુનું જ્ઞાન પૂર્ણ સત્ય હોતું નથી. સમક્તિનો પ્રથમ પાયો જ આસ્તિક છે. આસ્તિક્ય એટલે સર્વજ્ઞની દષ્ટિમાં જે રીતે વસ્તુનું અસ્તિત્વ છે તે પ્રમાણે આપણે તેનું જ્ઞાન કરવું. સૌ પ્રથમ સ્વ–આત્માના અસ્તિતવનું જ્ઞાન કરવું જોઈએ. આત્માના અસ્તિત્વનું જ્ઞાન કરવા આત્માની
નવતત્ત્વ // ૨૧૩