________________
સચ્ચિદાનંદ જ્યોર્તિમય એવા આત્માને જોવા માત્રથી રાગાદિનો ક્ષય અને તેથી કોઈનો પોતે મિત્ર કે દુશ્મન બનતો નથી અને કોઈ તેનો પણ મિત્ર કે દુશમન બનતો નથી. બધા જ તેને સમાન દેખાય અર્થાત્ જીવો પ્રત્યે સમદષ્ટિ પ્રગટ થતાં રાગાદિભાવ ન થવાના કારણે કર્મબંધને બદલે કર્મની નિર્જરા થાય છે. શુધ્ધાત્મા પરમાત્મા સ્વરૂપ ગુણથી પૂર્ણ હોવાથી તેના પર પ્રમોદ ભાવ પ્રગટ થાય. આમ આત્માની ચાર અવસ્થાથી આત્માના દર્શન થાય. સ્મરણ કરવાથી મોહદશાની નિવૃતિ અને સ્વભાવદશા સન્મુખ ભાવદશાની ખીલવણી થાય છે. આત્માની વિભાવદશા જે વિકૃત અને દુઃખી જોઈ તેના પર અનુકંપા અને નિર્વેદ થાય. સત્તાગત શુધ્ધદશા પર પરમ સંવેગભાવ પ્રગટ થાય. આત્માને પોતાની શુદ્ધદશાપર પ્રીતિ–શ્રધ્ધા–પ્રતીતિ કેવલજ્ઞાનાદિ ગુણરૂપ સ્વભાવની રૂચી પ્રગટ થાય અને તેના ઉપાયરૂપ પંચાચારનું પાલન-છ વ્યવહાર આવશ્યકના પાલન વડે નિશ્ચય ધર્મ સ્વભાવના સામાયિકકાદિ આવશ્યક પ્રગટ કરવાનો પુરૂષાર્થ થાય. તેમાં પાંચ ઈન્દ્રિય-મન અને ત્રણ યોગનો સાધન તરીકે ઉપયોગ કરવાનો અને તેમાં ભાવપ્રાણનું (જ્ઞાનાદિ ગુણ સ્વભાવનું જોડાણ કરી) મોક્ષમાર્ગની સાધના કરવા વડે ભાવદશારૂપ કેવલજ્ઞાનાદિ પૂર્ણ ગુણરૂપ સાધ્યની સિધ્ધિના પુરૂષાર્થવાળો આત્મા થશે.
સામાયિક આવશ્યકમાં ચક્ષુઈન્દ્રિય દ્રવ્યપ્રાણ રૂપે પરમ સાધન રૂપે તેનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. ચક્ષુ ઈન્દ્રિયના મુખ્ય પાંચ વિષયો છે. આખું વિશ્વ માત્ર પાંચવર્ણ અને પાંચ આકારમાં છે. દેખે તો ચેતન નહિ, ચેતન નહિ દેખાય. આખોથી જે દેખાય તે માત્ર રૂપ આકારરૂપ તે પુદ્ગલના ગુણ છે. તત્ત્વાર્થમાં – 'રૂપિણઃ પુદગલા પાંચ વર્ણોનું મિશ્રણ થતાં અસંખ્યાત વર્ષોમાં ભેદ થાય. વર્ણ સચિત અચિત્ત ને મિશ્રમાં હોય. .
સયલ સંસારી ઈન્દ્રિય રામી, મુની ગણ આતમરામી, મુખ્યપણે જે આતમરામી તે કેવલ નિષ્કામી.
(૫. આનંદઘનજી) નવતત્ત્વ // ૨૦૧૭