________________
0 મુનીને સામાયિક આવશ્યક સહજ કેમ?
દુર્લભ મનુષ્યભવ, તેમાં દુર્લભ આત્મહિતની શરૂઆત અને પૂર્ણતા અને તે માત્ર મુનીપણામાં જ જીવ કરી શકે, આત્મહિતની પૂર્ણતા એટલે સર્વજોયને સદાકાળ જોવું જાણવું અને પૂર્ણ આનંદને ભોગવવું. જ્ઞાનસારમાં મુનિની વ્યાખ્યા "મન્યતે યો જગત તત્વમ્ સ મુનિ પરિકિર્તિત.' જીવ અને જડના સંયોગ રૂપ જગતને તત્ત્વની દૃષ્ટિથી જોનાર અને જાણનાર અને પોતાના નિર્મળ આનંદનો અંશથી પણ અનુભવનાર હોય તે મુનિ, જ્યાં સુધી સમતા–આનંદને અનુભવે નહીં ત્યાં સુધી મુનિપણું નિષ્ફળ.
અનુભવ કઈ રીતે થાય? પ્રથમ તત્ત્વ શ્રધ્ધા-રૂચિ, પછી તત્ત્વાનુભવ. પ્રથમ સર્વજ્ઞ દૃષ્ટિ પ્રમાણે સ્વાત્મદ્રવ્યનો નિર્ણય – અર્થાત્ હું સત્તાએ સિધ્ધ છું અને કર્મના ઉદયથી વિષયકષાય ઈન્દ્રિયાદિથી પરાધીન સંસારી છું પણ અનાદિથી સકલ સંસારી જીવો ઇન્દ્રિયરૂપ સંયોગ સુખમાં ઈન્દ્રિયો વડે રમનારા અને કર્મને વશ બની પરિભ્રમણ છે. અનુભવ માટે પ્રથમ સાધ્ય નિર્ણય અને રૂચિ જરૂરી. મુનિને પોતે સત્તાએ સિધ્ધ છે તો મારે સિધ્ધ જ થવાનું છે અને તે માટે મારા સમતા સ્વભાવની રમણતા કરવી જ છે. આથી સ્વભાવ રમણતા રૂચિ. આથી અનાદિની વિષય સંયોગની રૂચિ ફરવાથી મુનિ ઈન્દ્રિયોનો ઉપયોગ - વિષયોના સુખને જાણવા શોધવા માણવા ન કરતા માત્ર શેયના જ્ઞાતા બનવા અને સંયમ-સમાધિના પ્રયોજન પૂરતુ વસ્તુ અપેક્ષા રહે. પણ વિષય સુખની અપેક્ષા ન રહે. જેની આત્મરમણતાની રુચિ ફરી તેને તત્ત્વ જિજ્ઞાસા હંમેશા રહેવાની, જેને સ્વતત્ત્વની રુચિ નહીં તેઓમાં જાણવાની કુતુહલ વૃત્તિ, સમતાસમાધિને બદલે સાતા, મનોરંજનનો લક્ષ, ઈન્દ્રિયો સ્વ વિષય સન્મુખ બને તેથી પ્રથમ જિનાજ્ઞા '
મિચ્છમ્ પરિહર' પોતાની સિધ્ધાવસ્થા સાધ્ય છે તેની શરૂઆત મિથ્યાત્વ અને અવિરતિના ત્યાગથી થાય. મિથ્યાત્વનો ત્યાગ થાય એટલે જ્ઞાન શુધ્ધ બને. તેથી કોઈ પણ વસ્તુનો નિર્ણય માત્ર પર્યાયથી નહીં પણ દ્રવ્ય ગુણ પર્યાયથી કરે, ત્યારે વસ્તુનું પૂણે યથાર્થ જ્ઞાન થાય. માત્ર પર્યાયથી થતું જ્ઞાન મિથ્યાત્વનું કારણ બને. ગુરૂ શિષ્યને પર્યાય દષ્ટિથી માત્ર ન જુએ પણ દ્રવ્યથી તે
નવતત્ત્વ || ૨૧૮