________________
ચાર અવસ્થાની સ્વરૂપની વિચારણા જરૂરી છે. આત્મા સત્તાએ સ્વરૂપથી રૂપાતીત છે. અર્થાત્ રૂપથી અતીત છે અને વર્તમાનમાં તેની અવસ્થા કર્મના ઉદયરૂપમય–આકારમય થઈ ગઈ છે અને આંખથી માત્ર રૂ૫ અને આકાર જ દેખાય અને તે પણ મર્યાદિતપણે, પૂર્ણપણે નહીં. કારણ આંખનો વિષય દૂરનું વધારેમાં વધારે રૂપી નિસ્તેજ પદાર્થ ૧ લાખથી અધિક યોજન પ્રમાણ દૂરનું જોઈ શકે. રૂપી તેજસ્વી (સૂર્ય-ચંદ્ર) તેનાથી પણ ઘણું દુરનું જોઈ શકે. જ્યારે આંખની પાસેના મેલ આદિને તે જોઈ શકે નહીં. તે જોવા માટે તેને અરિસાની જરૂર પડે. પાપના ઉદયે આંખ નબળી મળી હોય તો ચશમાની સહાય લેવી પડે. આખથી વસ્તુ દૂર દૂર રહેલી હોય તો, જેવી વસ્તુ છે તેવી તો ન જ દેખાય. જેમ કે રેલ્વે સ્ટેશન પર ઉભા રહી રેલ્વેના પાટાને જોવામાં આવે તો તે આગળ-આગળ બંને ભેગા થતાં જોવાય છે, તે ભ્રામક જ્ઞાન છે. જો મતિજ્ઞાનનો અવગ્રહ, ઈહા અને નિર્ણય રૂપે અપાય નિર્ણય (અપાય) ખોટો તો તેના સંસ્કાર પણ ખોટા. વ્યવહાર વર્તન પણ ખોટા જ થવાના. તો પછી ધ્યાન શુધ્ધ કઈ રીતે થાય? જ્ઞાન શુધ્ધ થયા વિના ધ્યાન શુધ્ધ ન થઈ શકે. આથી જો માત્ર આંખથી આત્માને જોવાનું લક્ષ રહે તો આંખથી માત્ર રૂપી જ અવસ્થા દેખાય અને તેને જ આત્મા માની લેવાય. "આત્મ બુદ્ધિએ કાયાદિક ગ્રહો, બહિરાત્મ ધૂરિ ભેદ શું શાની'
(પૂ. આનંદઘનજી) અનાદિકાળથી મિથ્યાત્વના ઉદયે મોટા ભાગના જીવો શરીરને આત્મા માનનારા છે. તેઓ બહિરાત્મા કહેવાય અને જે આત્માઓ આત્માને 'કાયાદિકનો સાનીધર રહો, અંતરઆત્મ સ્વરૂપશું સુશાની' શરીરમાં પૂરાયેલો, શરીરથી નિરાળો એવો માત્ર શરીરમાં સાક્ષીભાવ રૂ૫ રહેવાનું માને તે અંતરાત્મા કહેવાય અને આત્મા સત્તાએ શુધ્ધા પરમાત્મા સિધ્ધાત્મા છે. તેમ જે માને અને તે શુધ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે અને શુધ્ધ દશા પ્રગટ થાય જ્ઞાનાનંદે પૂરણ પાવનો વર્જિત સકલ ઉપાધી' ત્યારે તે પરમાત્મા કહેવાય. આમ આત્માની મુખ્ય ત્રણ અવસ્થા ભેદ છે. પ્રથમ બહિરાત્મા તે મિથ્યાદષ્ટિ, અંતરાત્મા તે સમ્યગુદષ્ટિ અને શુધ્ધ પરમાત્મા દશા તે આત્માની
નવતત્ત્વ || ૨૧૪