________________
નામકર્મનો ઉદય જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જીવ વાતાવરણ જમીનાદિમાંથી સુગંધી પરમાણુ પુદ્ગલોને ગ્રહણ કરવા સમર્થ થાય અને શરીરમાંથી જીવ નીકળી જાય એટલે સુગંધ નામકર્મનો ઉદય પૂર્ણ થાય. જીવ સાથે તેના કર્મો પણ જાય. તેથી તે હવે સુગંધી પરમાણુ ગ્રહણ કરવા સમર્થ ન થાય અને પુદ્ગલ દ્રવ્યનો સ્વભાવ છે કે વર્ણ–ગંધ-રસ–સ્પર્શનું સતત પરાવર્તન થયા કરે. આમ પુગલના ધર્મો (ગુણો) સદા પરિવર્તનશીલ હોવાથી તેમાં સુખબુધ્ધિ કરવી એ મહા અજ્ઞાનતા છે. આત્માનો સમતા ગુણ શાશ્વત છે. સદા આત્મામાં રહેવાનો સ્વભાવવાળો છે. પણ પુદ્ગલના પરાવર્તન ગુણના રસ-રુચિના કારણે સ્વમાં સ્થિર રહી શકતો નથી અને તેમાં આસકત આધીન બની પોતાની સમતા ગુમાવે છે જે નાશવંત પરાવર્તનશીલ દેહ મળ્યો છે તેમાં સુખની કલ્પના કરી તેને સુગંધી પુદ્ગલ દ્રવ્યો આપવાથી સુખની અનુભૂતી થાય તેવા અનાદિના ભ્રમના કારણે જીવ શરીરની પાછળ કિંમતી માનવભવના પુણ્યથી મળેલી સમગ્ર સામગ્રીને આત્માની રમણતા પ્રાપ્ત કરવાને બદલે ભવ ભ્રમણતા રૂપ દુર્ગતીનું સર્જન કરીને ચાલ્યો જાય છે. આમ, આત્મા સાવધાન ન થાય તો આત્મા ગુણ સુગંધમાં રમણતાને બદલે પુદ્ગલગંધમાં ભ્રમણ કરતો ભવમાં ભટક્યા કરે છે.
ધ્રાણેન્દ્રિયના ર૪ વિષયો થાય છે. આત્મા તેમાં ભટકે છે. સુગંધ દુર્ગધ૨ સચિત-અચિત–મિશ્ર ૩૪ શુભઅશુભ =ર રાગ-દ્વેષ=૨, ૨૪૩૪ર૪ર૨૪ આમ ૨૪ વિષયો દ્વારા સામાયિક (સમતા) સ્વભાવનું ખંડન થાય છે. આત્માના સામાયિક સ્વભાવમાં આવવા અથવા તે સ્વભાવને અખંડિત રાખવા સૌ પ્રથમ સમ્યકત્વની જરૂર સમકિત વિના સમતા આવી શકે જ નહીં. અર્થાત્ સુગંધના રાગથી મુકત થવા અને દુર્ગધના દ્વેષથી મુકત થવા આત્માના પરિણામ પ્રગટાવવા પ્રથમ સમ્યકત્વ જરૂરી છે. તે માટે જ્ઞાની ભગવંતોએ તેના સાધક વિષયોના પ્રતિપક્ષ એવા અનુભવો બતાવ્યા છે. "સુગંધિત ઉત્તમ દ્રવ્યોથી જિનપૂજા શા માટે?" "સુરભિ અખંડ કુસુમાગ્રહી, પુજે ગત સંતાપઃ સુમન જતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ. સુગંધી, કોમળ અને રમ્ય, શુભ પુણ્યથી મન અત્યંત આનંદિત થઈ
નવતત્વ || ૨૦૮