________________
જેને થાય તેવા આત્માઓ અશુચિ સ્થાનમાં સમુચ્છિમ જીવ રૂપે ઉત્પન્ન થાય. ધાણેજિયના કુલ ૨૪ વિષયો થાય. સુગંધ અને દુર્ગધ એ પુદ્ગલ દ્રવ્યના ગુણો છે. તે ગુણો સચિત-અચિતને મિશ્ર ત્રણમાં હોય. સામાન્યથી સચિતમાં સુગંધની વિશેષથી અનુભૂતિ થાય અને તેજ સચિતમાંથી જીવ ચાલ્યો જાય એટલે સુગધી પરમાણુ દુર્ગધમાં ફરી જાય. મોટા ભાગના જીવોના કલેવર માત્રમાં દુર્ગધનું પ્રમાણ વૃધ્ધિ પામે છે. જેમ મનુષ્ય જીવતો હોય ત્યારે તેમાં વિશિષ્ટ દુર્ગધની અનુભૂતી થતી નથી. પણ પુણ્યશાળી જીવોમાં સુગંધની અનુભૂતી થાય. પદમિની સ્ત્રીના શરીરમાંથી કમલની ગંધની સુગંધ નીકળતી હોવાથી તેના શરીર પર પહેરેલા કપડા પણ તેનાથી વાસિત થાય. જેમ ઝેરી વૃક્ષમાંથી ઝેરી ગંધ બહાર નીકળે તેની છાયામાં જો ઉભા રહીએ તો તેની અસર થયા વિના રહે નહીં. ચંદન વૃક્ષની છાયામાં ચંદનની સુગંધનો પણ અનુભવ, અસર થાય.
એકદા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ. તથા આચાર્ય મલયગિરી, તથા આચાર્ય દેવેન્દ્રવિજય એ ત્રણેય આચાર્ય ભગવંતો સિધ્ધચક્રજીના અધિષ્ઠાયક વિમલેશ્વર દેવની સાધના માટે ગિરનાર જવા નીકળ્યા, તેમાં ઉતર સાધક તરીકે પદમીની સ્ત્રીની જરૂર હતી. તેની શોધમાં ગિરનારના એક ગામમાં ધોબી ઘાટથી પસાર થતાં ત્યાં ધોબીએ સાડી સુકવેલી તેના પર ભમરાઓ ગુંજન કરતા જોઈ નિશ્ચય કર્યો. આ કોઈ પદમીની સ્ત્રીની સાડી હોવી જોઈએ. ધોબીને પૂછ્યું તે ગામના અધિપતીની સ્ત્રી પદમિની હતી. ત્યાં વસતિ માગી સાધનામાં પૂર્ણ વિશ્વાસ થતાં ગામઅધિપતિએ તેમની સાધનામાં સંપૂર્ણ સહાયની તૈયારી બતાવી,
ત્યારે ત્રણે આચાર્ય ભગવંતે ગિરનાર જઈ નેમનાથ પ્રભુનાં ધ્યાનમાં મન ગોઠવી નિર્વસ્ત્ર પમિની સ્ત્રીની સન્મુખ ધ્યાન સ્થિર કરી અટ્ટમ સહિત ખીરના એકાસણાપૂર્વક ધ્યાન લગાવી ચિત્તની સ્થિરતા કરી અને વિમલેશ્વર દેવ પ્રગટ થયા. તેમના ઉપર પુણ્યની વૃષ્ટિ કરી વરદાન આપ્યા. . 1 યુગલોનું પરાવર્તન ઝડપી કઈ રીતે થાય?
અચિત એવા દેહમાંથી સચિત એવો આત્મા નિકળી જાય એટલે તેમાં રહેલી સુગંધ પરાવર્તન પામે. દુર્ગધ તેનું સ્થાન લે. તેનું કારણ જીવને શુભગંધ
નવતત્ત્વ || ૨૦૭