________________
ગમે તેટલી પવિત્ર સુગંધી વસ્તુ વડે દેહને સ્નાનથી પવિત્ર કરવામાં આવે તો પણ તે દેહ અશુચિ દુર્ગધમાં ફેરવી દે છે. કારણ કે તે અશુચી દુર્ગધથી જ ભરેલું છે. ઈરાનના બાદશાહના ભવ્ય સ્નાનાગારમાં રંગબેરંગી રત્નોની ગોઠવણ એવી રીતે કરવામાં આવી કે એક જ વ્યકિતના એક હજાર પ્રતિબિંબ પડે. જુદા-જુદા ફૂવારા પક્ષીઓની જુદી-જુદી આકૃતિ પક્ષીઓના રંગ પ્રમાણે જ રત્નો ગોઠવાય. ચાંચ દબાવવાથી પક્ષીઓની ચાંચમાંથી તે તે પક્ષીઓને જે પ્રિય સુગંધ અને અવાજ નિકળે, કમળ પ્રિય હંસની ચાંચમાંથી કમલની અત્તરનો છંટકાવ થાય અને મધુર અવાજ કરે. સાથે પાંખો ફફડાવે. ઉપરના ભાગમાં આરસમાંથી બનાવેલી રત્નજડિત અપ્સરાઓ કેડમાં કુંભ લઈને મધુર આલાપ કરતી આવે. આ સ્નાનગૃહમાં રાજા દરરોજ ચાર વખત સ્નાન કરતો. બાકીના સમયે તે સ્નાનાગૃહ લોકોને જોવા માટે ખુલ્લો મુકતો. દેશવિદેશમાં તેની પ્રસિધ્ધિ જોનાર તેની ડાયરીમાં નોંધ કરે. એક સંતને તેના ભક્ત જોવા માટે આગ્રહ કર્યો. સતે ના પાડી.' તત્વ દષ્ટિવાળા યોગીને પુદ્ગલોની ગોઠવણ માત્ર પૃથ્વીકાયના મડદાઓમાં કંઈપણ આશ્ચર્ય ન લાગે, શું જોવાનું? રાજમહેલ, હાથી, ઘોડાઓ બધું વન સ્વરૂપ લાગે. યોગીને બહુ આગ્રહ થતાં ઉદાસીન દષ્ટિપૂર્વક જોઈને પાછો ફરતા પહેરેગીરે વિશિષ્ટ બુક ધરી. સંતે નોંધ કરી. આ સ્નાનાગાર ઓરડી જુદા જુદા પત્થરનો ખડકલો માત્ર છે. આમાં સ્નાન કરનારના શરીરમાંથી એવી દુર્ગધ છૂટશે કે કોઈ બાજુમાં પણ નહીં આવે. થોડા દિવસો પછી દુશમન રાજા સાથે યુધ્ધમાં સ્નાનગૃહ નાશ પામ્યુ અને રાજા જંગલમાં ભાગ્યો. ખરાબ હાલતમાં મર્યો. ઘણી તપાસ કરતાં તેનું મડદુ એવી ભયંકર દુર્ગધ મારતું રહ્યું કે કોઈએ તેનો અગ્નિ સંસ્કાર પણ ન કર્યો.
જ્યાં સુધી શરીરમાં સચિત આત્મા હોય ત્યાં સુધી દુર્ગધ તીવ્ર બનતી નથી. પણ જેવો આત્મા ગયો કે શરીર મડદા રૂપ બનેલું દુર્ગધ છોડવાનું શરૂ કરે તથા તેમાં સમુચ્છિમ જીવોની ઉત્પતિ શરૂ થાય. આત્મા હતો ત્યાં સુધી શુભનામકર્મનો ઉદય હોય ત્યાં સુધી શુભપુદ્ગલો દુર્ગધમાં પરિવર્તન ન પામે અને જીવોત્પતિ પણ શરૂ ન થાય. પુલના ગંધ, રૂપ કે સ્પર્શની તીવ્ર આસકિત
નવતત્ત્વ // ૨૦૬