________________
ઘર નજીક ચામડાઓ લટકેલા છે. ભયંકર દુર્ગધ રાજાથી સહન થતી નથી. ત્યાં ચમારના ઘરમાંથી આઠ વર્ષની બાળા હર્ષથી મલકતી બહાર આવી. યોગી કહે રાજન જુઓ ચમારના ઘરમાં રહેલી બાળા કેટલી પ્રસન્ન છે તેને દુર્ગધની અસર થતી નથી અને તમે સહન કરી શકતા નથી. રાજાએ કહ્યું બાળા ટેવાઈ ગઈ છે. સંન્યાસી બોલ્યા તમે પાપની ભયંકર દુર્ગધથી પ્રાપ્ત લક્ષ્મીથી ટેવાઈ ગયા છે તેથી તમને દુર્ગધનો અનુભવ થતો નથી, અને તેના ૧૮ પાપસ્થાનકની દુર્ગધની અસર દેખાય છે. તેથી અમે સહન ન કરી શકીએ.
'મિથ્યાત્વની હાજરીમાં પાપની દુષ્કૃત્યોની ગંધ ન આવે સમક્તિની હાજરીમાં તે દુર્ગધ સહન ન થાય. માટે મિથ્યાત્વની હાજરીમાં જીવો સુગંધમાં સુખની ભ્રાંતિથી સુગંધને માણવા નાકને ખેંચે અને નાકમાં સુગંધના પુદ્ગલોની સાથે રાગપૂર્વક ચિત્તને ખેચે છે. દુર્ગધમાં નાકને મચકોડી અરતિ ઊભી કરી સમતાને ભાંગે. જેમ જેમ પુદ્ગલના સુગંધમાં ગાઢ આસકિત કરે તેમ તેમ દુર્ગધમાં રહેવાની સજા પ્રાપ્ત થાય છે.
સુગધની આસક્તિ અને દુર્ગધની તિરસ્કારની ઉત્કૃષ્ટ સજા નરકાવાસ અને તિય ગતિમાં પ્રાપ્ત થાય.
ડુક્કરોને ગંદકીમાં રહેવું ગમે, ભેસને કાદવ ગમે, કાળુ શરીર મળે, માખીઓને ગંદકીમાં જ વિશેષથી રહેવાનું ગમે. જેમ જેમ જીવ પુદ્ગલ ગંદકીની આસકિત કે દુર્ગધનો દ્વેષ કરે તેમ તેનાથી બંધાયેલા કર્મના કારણે કર્મસત્તા તેને તેવા જ સ્થાનમાં ગોઠવે છે. દુર્ગધની ઉત્કૃષ્ટ પીડા ભોગવવાનું સ્થાન નારકાવાસ છે. નરકાવાસમાં સર્વત્ર ભયંકર અંધકાર, તેની ભીંતોમાંથી સતત અશુભ અશુચિમય દુર્ગધ પુગલોનો પ્રવાહ ઝરતો હોય છે. ત્યાંની જમીનના તળિયા અશુચિમય પદાર્થોથી ખરડાયેલા હોય. નરકના પ્રથમ પાથડામાંથી એક કોડી માત્ર જેટલી ગંધ જો અહીં લાવવામાં આવે તો એક માઈલના વિસ્તારમાં તેની ગંધથી તિર્યંચો–મનુષ્યો મૃત્યુ પામે. સાતે નરકમાં જુદા જુદા પ્રાણીઓના મૃતદેહમાંથી નીકળતી ગંધ તીવ્ર તીવ્રતર વધતી જાય. પ્રથમ પૃથ્વીમાં મૃત સર્પના કલેવરની ગંધ, બીજી પૃથ્વીમાં મૃત ગાયના કલેવરની ગંધ, ત્રીજી પૃથ્વીમાં મૃત
નવતત્વ // ૨૦૪