________________
સિધ્ધો પોતાના સર્વ આત્મપ્રદેશો વડે નિરંતર જોઈ જાણી રહ્યા છે. દેવોને જન્મતાં જ મર્યાદિત રૂપી પદાર્થોને જોવા જાણવા અવધિજ્ઞાન હોય છે. તેના વડે તેઓ જગતની લીલાને જુએ છે. જ્યારે બાકીના જીવો ચર્મ (ચામડા) ની આંખથી જગતને જુએ છે. ચામડાની આંખ આત્માથી પર વસ્તુરૂપ છે. તેથી તે 'પર' રૂપી ને મર્યાદિત વસ્તુને જ બતાવી શકે છે. આંખ વડે જોયેલ વસ્તુનો નિર્ણય સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે ખોટો ઠરે તેથી સર્વજ્ઞ બનવાની ભાવનાવાળા સાધુઓ સર્વજ્ઞની દષ્ટિ સર્વજ્ઞ પ્રણીત (આગમ શાસ્ત્ર) ચક્ષુથી જુએ તો જ સત્ય જગતના દર્શન થાય. આંખ સિવાયની ચાર ઈન્દ્રિયોનો પોતાના વિષયોના ઈન્દ્રિય સાથે સંયોગ થાય ત્યારે જ તેનું જ્ઞાન થાય. જ્યારે આંખને તેના વિષયનું જ્ઞાન કરવા વસ્તુનો સીધો સંયોગ કરવાની જરૂરત રહેતી નથી. દૂરથી તે પોતાના વિષયને પુણ્યના ઉદયથી પ્રાપ્ત ચક્ષુની શકિત વડે જાણે છે. નિસ્તેજ પદાર્થો અધિક એક લાખ યોજન સુધી જોઈ શકે. જો આંખને સામાયિકનું પરમ ઉપરકણ માનવામાં ન આવે તો આંખ દ્વારા સતત સામાયિક સ્વભાવનું ખંડન થાય.
રૂપાદિક કો દેખના કહન-કહાવન ફૂટ ઈન્દ્રિય યોગાદિક બળે, એ સબ લુંટા લુંટ'
(સમાધિ શતક) રૂપ, આકાર જોઈને જીવ પોતાના અરૂપી નિરાકાર સ્વરૂપને ભૂલીને રૂપ, આકારમાં રાગ, રતિ, મોહના વિકાર ભાવથી તેમાં આવી જાય છે.' કહન–કહાવન–કૂટ' પ્રથમ પોતાને કહે છે. કેવું સુંદર રૂપ છે? શું તેનો આકાર–ડીઝાઈન ?' આમ પોતાને તેનો વળગાડ વળગાડશે અને પોતાના સ્નેહી-મિત્રાદિ વર્ગ આગળ તેના કહાવત વખાણ પ્રશંસા, ગુણગાન, અનુમોદના કર્યા વિના નહીં રહી શકે. પોતાને તે ગમી જશે, એટલે તે મેળવવા આકાશ પાતાળ એક કરશે. કોણિકની પત્ની પદમાવતીએ હલ્લ–વિહલને શ્રેણિકે આપેલા 'દિવ્ય કુંડલ' અઢાર શેરી હાર અને અંતઃપુરને વિવિધ ક્રિીડા કરવામાં ચતુર એવો સેચનક હાથી' ને જોઈને તે બધું ગમી ગયું. આંખ દ્વારા તે દ્રશ્ય સ્વર્ગીય લાગ્યું અને તેને તે મેળવવા કોણિકને પ્રેરણા કરી. વારંવારની ઉશ્કેરણીથી તેણે પણ
નવતત્ત્વ || ૨૧૦