________________
વિષય રૂ૫ સુગંધ લેવા તરફ જે દોડી રહ્યા છીએ અને દુર્ગધથી દૂર ભાગી રહ્યા છીએ. આપણી અસ્થિરતા વડે જે આપણો સામાયીક સ્વભાવ સતત ખંડીત થઈ રહ્યો છે. તે સામાયિક સ્વભાવ (ભાવ પ્રાણીની રક્ષા કરવી જોઈએ. આપણને આપણા આત્માના અસ્તિત્વનું ભાન હોવું જોઈએ. મિથ્યાત્વની હાજરીમાં દુષ્કતની દુર્ગધ છોડવી ન ગમે અને સમકિતની હાજરીમાં દુષ્કતની દુર્ગધ સહન ન થાય. 'નહિ હમ દરસન નહિ હમ કરસન નહીં હમ રસગધ કરછુ નહિ આનંદધન ચેતનમય મૂર્તિ સેવક જન બલિ જાઈ
(૫. આનંદઘનજી) હું સુગંધ કે દુર્ગધ રૂપ કંઈ નથી તે પુદ્ગલનો ગુણ છે. તે આત્માનો ગુણ નથી. આત્માએ તો માત્ર તેને જ્ઞાન વડે શેય સ્વરૂપે જાણાવનો છે અને તેને માત્ર જ્ઞાતા-દ્રવ્ય બની સ્વમાં રમવાનું છે. તેની પાછળ ભાગવાનું નથી. યોગી તેને કહેવાય જે યોગમાં (સંયોગમાં) ય રૂપે માત્ર ઉપયોગથી જ્ઞાતા બનીને રહે. તે શેયને પકડીને તેને ભોગવે નહીં અને પોતાના સમતા આનંદને ભોગવે તે સાચો યોગી છે. જે પુદ્ગલ શેયમાં ડૂબી જઈ તેની સુગંધને માણવામાં ડૂબે છે અને દુર્ગધને દૂર કરવામાં પડે છે તે ભોગી અને રોગી છે. તે તેની પીડાથી વ્યાકૂળતા રૂપે પીડાતો રોગી છે.
સંન્યાસીને સોનાના ઢગલામાં દુર્ગધનો અનુભવ
એકવાર 'સંન્યાસી પાસે રાજા તેના ત્યાગથી આકર્ષાઈ વંદનાર્થે ગયા. સંન્યાસીના ચરણોમાં સોનામહોરનો ઢગલો કર્યો. સંન્યાસી એ કહ્યું અરે જલ્દી ઉઠાઓ! ઈસ કી દુર્ગધ મુઝસે સહન નહીં હોતી.
મિથ્યાત્વની હાજરીમાં ૧૮ પાપસ્થાનકની દુર્ગધની અસર ન આવે સમકિતની હાજરીમાં પાપની દુર્ગધ સહન ન થાય. .
'રાજા આશ્ચર્ય પામ્યા અને બોલ્યા અરે ! સોનૈયામાં દુર્ગધ?' મને આ દુર્ગધની ખાત્રી કરવો. બીજા દિવસે રાજા સંન્યાસી સાથે ચમારવાડ ગયા. રાજા દૂરથી નાક પર રૂમાલ ધરે છે. યોગી સહજ મસ્તિપૂર્વક જઈ રહ્યા છે. ચમારના
નવતત્ત્વ || ૨૦૩