________________
જેમ કસ્તુરી મૃગ પોતાની નાભિમાં કસ્તુરી હોવાથી તેની સુગંધ સર્વત્ર ફેલાય છે પણ તેને પોતાને ખબર નથી કે કસ્તુરી તો પોતાની ઘૂંટીમાં જ પડેલી છે. હરણ સંશી પંચેન્દ્રિય પ્રાણી છે મન છે છતાં મિથ્યાત્વનો ઉદય છે. તેને ભ્રમ થાય છે અને તે કસ્તુરીની શોધમાં દિશા-વિદિશામાં ભમે છે. અતિ સુખ પોતાની પાસે હોવા છતાં સુખ લેવા દોડાદોડી કરે છે. પુદ્ગલના ગંધમાં સુખ છે તેનો ભ્રમ જીવને થાય છે તેથી તે ગંધ લેવા બહાર દોડે છે. જે સમૂચ્છિમ જીવો છે, તે પણ વિશેષ મન નથી છતાં સંજ્ઞા જ્ઞાન છે. તેથી પણ તેઓ પોતાની ઈષ્ટ પ્રાપ્તિ માટે તે તે દિશામાં દોડે છે. આંખ-કાન-મન ત્રણે ન હોવા છતાં કીડી સાકરની સુગંધથી સાકર લેવા દોડે છે. પેટ નાનું છે છતાં સાકરનો સંગ્રહ કરે છે. મધમાખીઓ પણ મધને પુષ્પોની ગંધથી આકર્ષાઈ પુષ્પોનો રસ ચૂસી મધપૂડાનો સંગ્રહ કરે છે. તેના પર પોતાની મમતા મજબૂત કરે છે. કોઈ તે લેવા આવે તો તેના પર તૂટી પડે છે, પોતે મધનો ઉપયોગ કરતા નથી અને કોઈને આપી શકતા પણ નથી અને તે મરણને શરણ થાય છે ભમરાઓ પણ સુગંધની આસક્તિના કારણે દિવસને રાત ભમ્યા કરે છે, કમળની સુગંધમાં આકર્ષાઈ કમળમાં બિડાઈ મરણને પામે છે.
ધ્રાણેદ્રિયને ૨વિષયો છેઃ સુગંધ અને દુર્ગધ. દુર્ગધથી પણ પ્રાણ ગુમાવે છે. ઝેરી પાવડરની સુગંધ માત્રથી કીડીઓ પ્રાણ ગુમાવે છે. ઝેરી પુષ્પ ફળાદિના સુગંધથી પ્રાણ ગુમાવે છે.
શાંતિનાથ પ્રભુના જીવે પૂર્વભવમાં ઝેરી પુષ્પ સુઘીને પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આમ છતાં જીવો અજ્ઞાન મિથ્યાત્વના કારણે પુગલની સુગંધમાં સુખભોગની કલ્પના કરી ભાવપ્રાણોને ગુમાવે છે અને દુર્ગધથી પણ દ્રવ્ય તથા ભાવ પ્રાણોને ગુમાવે છે. ભાવપ્રાણીની રક્ષા માટે ધ્યાન જરૂરી છે. તે માટે પ્રથમ સમ્યગુદર્શન રૂપ સુગંધી ધૂપ પ્રગટાવવો જરૂરી છે. જેમાં મિથ્યાત્વ દુર્ગધથી દૂષિત વાતાવરણ શુધ્ધ થાય. માટે જિનશાસનમાં વિધાન છે કે... a પ્રભુની આગળ ધૂપ પુજા કરવાનું રહસ્યઃ
ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ; મિચ્છત દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મ સ્વરૂપ.'
નવતત્ત્વ // ૨૦૧