________________
પાણીમાં વિવિધ સ્વાદો હોય છે. દરિયાનું પાણી ખારું હોય, શેરડીના પાક જ્યાં વધારે થતો હોય, ત્યાંના પાણી શેરડીના સ્વાદ જેવા મધુર પણ હોય. શીતલ અને મધુર પાણી સતત કોમળ સ્પર્શવાળું હોય છે. તેથી જીભ એક સાથે સ્પર્શનું જ્ઞાન અને સ્વાદનું જ્ઞાન એમ બન્ને કાર્ય કરે છે. ભર ઉનાળામાં પુરિમઢના પચ્ચખાણ, ઉપવાસ અને આગલા દિવસે ઉત્તર પારણામાં ભારે મસાલાવાળા તથા તળેલા આહારથી આકંઠ વાપર્યું હોય એટલે પાણીની પ્યાસ પણ વ્યવસ્થિત લાગી હોય અને શીતલ પાણી વાપરતા જીવ દ્વારા તેના સ્પર્શ અને સ્વાદ બંનેનો અનુભવ એકી સાથે થાય. તેમાં સાતા રતિ (રાગ) ભળે એટલે હાસ સુખાભાસ થાય અને આનંદ અનુમોદના થાય. તો ત્યાં નિશ્ચયથી સામાયિક ભાવનું ખંડન થાય. કંડરીકનો આત્મા હજાર વર્ષ સંયમજીવન પાળીને પણ ૧ દિવસના માત્ર ભોજન સ્વાદના રસમાં આસક્ત બની ૩૩ સાગરોપમ નરકની ઘોર વેદનાની સજા ભોગવી. તે જ રીતે તંદુલીયો મત્સ માત્ર અન્તર્મુહર્તના આયુષ્ય જીવનમાં મન દ્વારા ૧ હજાર યોજન માછલાના મુખમાં પ્રવેશતા અને નીકળતા માછલાને જોઈને તે બધાને ખાવાના અભિલાષની આસક્તિમાં રૌદ્રધ્યાનમાં ચઢી ૭મી નરકનું આયુષ્ય બાંધી નરકમાં જાય છે.
ચાર વસ્તુ જીતવી દુર્લભ अखाणं रसनी, कम्माणं मोहनी तहेव वयाणं बम्भवयं
गुत्तीपं य मणगुत्ती चउहा दु:खेण जयन्ति ॥॥ ૧. ઈન્દ્રિયોમાં રસનેન્દ્રિય ૨. આઠ કર્મોમાં મોહનીય કર્મ ૩. વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત ૪. ત્રણ ગુપ્તિમાં મનોવૃપ્તિ
આત્માને પોતાની સ્વભાવ દશાનું સતત ભાન જરૂરી છે. સમ્યગ ગુણઠાણાનો પ્રથમ ગુણ જ આસ્તિકય છે. આથી પોતાના (આત્માના) અને પોતે જેની સાથે (શરીર પુગલ) છે તેના અસ્તિત્વના સ્વરૂપનો તેમાં જ્ઞાનોપયોગ મુકવો જોઈએ. હું કોણ છું.' 'આત્મા છું.' "પુદ્ગલભાવ રૂચી નહિ તામે રહે ઉદાસ. સો અંતર આત્મા તહે ચિદાનંદ પ્રકાશ' હું શરીર નથી પણ શરીરમાં પૂરાઈને રહેલો આત્મા છું. શરીર પુગલના પિંડરૂપ અશુચિથી ભરેલું અને
નવતત્વ // ૧૯૩