________________
a પ્રમાદને હરનાર પૌષધ પ્રમાદને વધારનાર કઈ રીતે બને?
તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ પુરિમુઢપૂર્વકનું કર્યું. પચ્ચકખાણ કાળ આવતા પચ્ચકખાણ પારી લે અને તે વખતે પાણી ગરમ હોય કે બરોબર ઠાર્થન હોય તો આનંદ આવે કે વ્યાકુળતા થાય? અને પાણીની વ્યવસ્થા કરનાર વિષે કેવી વિચારણા થાય? પાણી ઠંડુ હોય નહીં ઉનાળાનો દિવસ હોય તો શું થાય? પૌષધમાં પ્રમાદ (મોહને) દૂર કરવાનો અપૂર્વ અવસર મળવાનો આનંદ હોય કે કેવા વિકલ્પોમાં મન ચડે સમતાની વૃધ્ધિ થાય કે ખંડિત થાય? જિનવચન ત્યારે યાદ રહે? अनुसोओ संसारो पडिसोओ तस्स उत्तारों'
| (દશ વૈકાલિક) અનુકુળતાએ સંસાર અને પ્રતિકૂળતાએ સંસારથી પાર પામવાનો મોક્ષમાર્ગ છે. પૌષધ (આઠ પ્રહરનો પૌષધ) (પ્રહર–મોહ-પ્રમાદ)ને દૂર કરવા આઠ કર્મનો જથ્થો (જે અનાદિથી સંચિત કર્યો છે, તેને ખાલી કરે તે પૌષધરૂપ ચારિત્ર મેં ગ્રહણ કર્યું છે. ચારિત્ર વ્યવહારથી ચારિત્ર-પૌષધ-સામાયિકના
સ્વીકારરૂપ અને પ્રહર (સંસાર વ્યવહારનો ત્યાગ) રૂપ છે. તેમાં જીવે મોહથી મુક્ત બની આત્મ રમણતા કરવાની છે.
"વસ્તુ વસ્તુ વિચારતા મન પામે વિસરામ, રસા સ્વાદ સુખ ઉપજે અનુભવતાકો નામ.'
(ચિદાનંદ કૃત અધ્યાત્મ બાવની) દરેક પદાર્થનું સર્વજ્ઞ પ્રમાણે જ્યારે ચિંતન કરવા વડે માત્ર શેયરૂપ જ વસ્તુને જાણવાનો પ્રયત્ન કરે અને તેમાં મોહન ભળવા દે ત્યારે આત્મા શેયનો જ્ઞાતા બની ધ્યાતા બને, ગુણનો રસાસ્વાદ અનુભવે. આ રીતે સ્વરૂપ વિચારણા હોય તો જ્યારે સંયમ સાધકને કંઈ જરૂર પડે તેમાં સાધન તરીકેનો માત્ર ઉપયોગ ન હોય તો ત્યાં આત્માના રસાસ્વાદના બદલે પુદ્ગલસ્વાદમાં ખોવાઈ જાય સંસાર વધારી મુકે. હવે જો પુન્યના યોગે પાણી સમયસર પ્રાપ્ત થાય અને તમને તમારી અનુમોદનાપૂર્વક ભક્તિ બતાવવા દ્વારા તમને આપવામાં આવેલ પાણી અત્યંત શીતલ મધુર હોય,
નવતત્વ || ૧૨