________________
આહારના સંગથી મુક્ત છે. તે સિવાય શરીરધારી બધા આત્માઓ કદાચ કવલાહાર બંધ કરે તો પણ તેમને લોમાહાર તો ચાલુ જ હોય છે માટે જ્યારે તે ભવ્ય દિવસો આવશે કે હું પણ સિધ્ધોની જેમ આહારના પ્રસંગથી મુકત થઈ આત્માને પર પુદગલરૂપ આહારાદિની પીડાથી મુકત કરીશ. આ પ્રમાણે શુભ વૈરાગ્યમય વીતરાગની તત્ત્વમય ભાવના ભાવતા વિશુધ્ધ ધ્યાનની શ્રેણીએ ચઢતા કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આમ આહાર વાપરવા છતાં તેના સ્વાદને માણતા નથી. માત્ર જાણીને આત્માના સ્વભાવમાં રકત બન્યા. આહારમાં ઉદાસીન બન્યા ને વિતરાગતાને પામ્યા.
સૌથી વધારે સ્વાદનો અનુભવ એકેન્દ્રિયની કાયામાં થાય. તેમાં પણ સૌથી વધુ વનસ્પતિ કાયમાં તેમાં બધા જ સ્વાદનો અનુભવ થાય.દેવકુરુ–યુગલિક ભૂમિની માટીમાં પણ એટલી મીઠાશ અને શક્તિ હોય કે તુવેરના દાણા જેટલી માટી વાપરવાથી ત્રણ દિવસ સુધા ન લાગે. ઘણા જીવો માટીને આહાર તરીકે વાપરતા હોય છે. એકેન્દ્રિય જીવમાં પણ ઓધથી આહાર સંજ્ઞા હોય છે. પ્રત્યેક વનસ્પતિ પોતાના મૂળિયા વાટે જમીનમાંથી પોતાનો આહાર શોધી લે છે. તેમાં દરેક પોતાનો વિશિષ્ટ આહાર જ ગ્રહણ કરે છે. લીમડાના ઝાડ મીઠી માટીમાંથી પણ કડવો રસ જ ગ્રહણ કરશે. નાળિયેર સમુદ્ર કિનારે હોવા છતાં ખારી ભૂમિમાંથી પણ મીઠાશને ગ્રહણ કરશે. લીંબુના ઝાડ ખટાશને ગ્રહણ કરશે. માટીમાં પાંચેય રસ રહેલા હોય છે. જેને પોતાને જે પ્રિય હોય અથવા જેનું નામ કર્મ જે સ્વાદના પુદ્ગલ ગ્રહણ કરવા યોગ્ય હોય તે જ તે ગ્રહણ કરે. ડુક્કરના જીવોને વિષ્ટામાં સ્વાદનો અનુભવ થાય. તેમને મિષ્ટાન કે બીજી વનસ્પતિનો આહાર મળશે તો તે પ્રથમ વિષ્ટાને જે પસંદ કરશે. . દેવોને પણ આહાર અલ્પ અને તે પણ કવલાહાર હોતો નથી. ૩૩ સાગરોપમ આયુષ્યવાળા દેવોને ૩૩ હજાર વર્ષે એક વખત ખાવાની અભિલાષા થાય. છતાં તેનો તે ત્યાગ ન કરી શકે અને તેમાં પણ પોતે જે આહારની ઈચ્છા કરી હોય તે આહારના પુલોનું પરિણમન થઈ જાય, તેને તેમાં તેની અપૂર્વ સ્વાદની તૃપ્તિ થાય પણ તેનો તે ત્યાગ ન કરી શકે. મનુષ્યની આ જ વિશેષતા છે,
નવતત્વ || ૧૯૬