________________
વાપરતા હોઈએ ત્યારે તેના વિષે જિનાજ્ઞા પ્રમાણે વિચારણા કરવી જોઈએ કે કેરી એકેન્દ્રિય જીવ છે તેની છાલ દૂર કરી, ગોટલા દૂર કરી તેનો રસ નીચોવવામાં આવે. કેરી જીવથી રસ જુદો થાય પછી તે બે ઘડીએ અજીવ બને. એક શરીરને સુખ આપવા માટે કેટલા જીવના છેદન–ભેદન-તાડન–પીડા આપીએ ત્યારે આપણને મોહની ભ્રમણા રૂપ થોડો સ્વાદ સુખભાષ પ્રાપ્ત થાય. રસ એ રાગનુંમહાકારણ બને છે. પાંચે ઈન્દ્રિયમાં રસનેન્દ્રિય અપેક્ષાએ સૌથી ભયાનક છે.
'અશ્વીન રસની' પાંચે ઈન્દ્રિયોમાં રસના જીતવી દુષ્કર છે અને તેને કારણે જ માછલા ૭મી પૃથ્વીમાં રહેલી નરકમાં જાય છે તેથી સાધુ સચિત આહારની મનથી પણ પ્રાર્થના ન કરે.
आहार निम्मतेण मच्छा गच्छंति सत्तमि पुठविं
सचितं आहारं खमो मनसाडवि न पत्थेई ॥ રાગએ રોગનું ઘર છે. જેટલા રાગ-રતિ–આસકિતપૂર્વક આહાર વપરાય તે રોગનું પ્રાયઃ કારણ બને છે. રાગપૂર્વક રસવાળો આહાર વાપરવાથી સૌ પ્રથમ સત્વહણાય છે. આહારનો રસથાયરસસ્વાદ માણવા પૂર્વક વાપરવાથી આહારના રસમાં કષાયનો રસ ભળે અને તે રસ લોહી બની આખા શરીરમાં ફેલાય અને તેની અસર શરીર, ઈન્દ્રિયો તથા મન પણ પ્રસરે તેથી 'આહાર તેવો
ઓડકાર' તે નિયમ પ્રમાણે કામરસની વૃધ્ધિ થાય અને તેથી આત્માના સમતા રસની હાનિ થાય. તેથી વિષયોના નિમિત્ત મળવા માત્રથી આત્માને તેમાં પડી જતા વાર ન લાગે. માટે જ આહાર શુધ્ધિથી સત્વશુધ્ધિ જેથી સાધક આત્માઓ જેટલો આહાર–સાદો–નીરસ–સત્વશાળી અને ઔદાસીન ભાવથી વાપરે તેટલી તેની સત્વશુધ્ધિની વૃધ્ધિ તથા શુભ અવ્યવસાયની, વૃધ્ધિમાં નિમિતભૂત થાય. a અંતિમ સમયે રસની આસકિત છોડવી કેટલી દુષ્કર છે.
મહાન દિગ્દર્શક સત્ય રોય છેલ્લા ૮૭ દિવસથી પથારીવશ, તેમને માત્ર નાકની નળી દ્વારા જે પ્રવાહી અપાય છે. તેવી સ્થિતિમાં, અભિનેતા ચેટરજીનો તેમને પ્રશ્ન? કાંઈક ઈચ્છા રહી જાય છે?' 'થોડુંક ગુડ સંદેશ લાવી આપો.'
નવતત્ત્વ / ૧૯૮