________________
-
'ज्ञानीनां नित्यमानन्द वृध्धिरेव तपस्विनाम्' (ज्ञानसार)
સ્વાધ્યાદિ જ્ઞાનમાં સાધુઓને આનંદની અનુભૂતિ થાય અને તેમાં તપ ભળતા તે આનંદમાં પરમવૃધ્ધિ – પરમાનંદની અનુભૂતિ થાય. 3. તપ કઈ રીતે કરવાનો? જેથી નિર્જરા થાય?
આત્મામાં પોતાના જ્ઞાનાદિ પરિણામમાં પરિણત થાય તો નિર્જરા થાય. મોહાદિ પરિણામમાં પરિણત થાય તો બંધ થાય.
ઔચિત્યને ચૂકયા વિના તપ કરવો જોઈએ. જેથી આત્માના પરિણામ બગડે નહીં ચૌદશનો ઉપવાસ કરે અને સાથે પોતાની ફરજ જે બજાવવાની હોય તે સેવા કરવાની ન કરે, રસોઈ આદિ ન કરે તો બીજાને ધર્મ પ્રત્યે અપ્રીતિ થાય. તપનું બહુમાન ઘટી જાય તેથી તપ પ્રત્યે બીજાના બહુમાન ઘટે નહીં, પોતાની ફરજ રૂપ કાર્ય છૂટે નહીં, ઔચિત્ય વ્યવહાર ગૌણ ન થાય અર્થાત્ તપ પોતાને લાભકર થાય અને તપના પરિણામની સાથે સંયમાદિ યોગોના પાલનાદિ ઉત્સાહ વધે અને બીજા પર પ્રભાવક થાય. બીજાને તે તપાદિ અનુમોદનીય થાય તે પ્રમાણે કરવાથી તે તપ સમાધિ સાધક બને તો નિર્જરાનું કારણ બને.
રાગદ્વેષ મલ ગાલવા, ઉપશમ રસ ઝીલો,. આતમ પરિણતિ આદરી, પર પરિણતિ પીલો.
પૂ. મહો. યશોવિજયજી મ.સા.) રાગદ્વેષ અને મોહને માર્યા વિના આત્મા સ્વજ્ઞાનાદિ ગુણસ્વભાવમાં પરિણત નહીં થાય અને તે મોહને મારવા જ્ઞાની ભગવંતોએ ઔચિત્ય વ્યવહાર બતાવી નિશ્ચય સ્વરૂપને પામવાનો સચોટ ઉપાય કહ્યો છે.
'નિશાયદષ્ટિ હદય ધરી કરી જે પાળે વ્યવહાર, પુણ્યવંતા તે પામરોજી, ભવ સમુદ્રનો પાર.
(૫. મહોપાધ્યાય યશોવિજયજી)
નવતત્વ || ૧૪૪