________________
પોતાના સ્વભાવની ભ્રાંતિ થવાથી પર સ્વરૂપને પોતાનું સ્વરૂપ માની તેમજ સુખની ભ્રતિમાની અજીવ–પુદ્ગલમાં, રહેલા વર્ણ–ગધ-રસ–સ્પર્શને તેમાં વિશેષથી જીવ સ્પર્શ ગંધ અને રસનો ભોગ ભોગવવાનું કાર્ય કરે છે. પાંચે દ્રવ્યન્દ્રિયનું કાર્ય તેના વર્ણાદિ પાંચવિષયોને માત્ર આત્માને જણાવવાનું છે. આથી જો પાંચે વિષયોને માત્ર જાણવાનું કાર્ય થાય તો તે જ્ઞાનેન્દ્રિય બને, નહીં તો તે ભોગેન્દ્રિય બને. તેમાં સ્પર્શેન્દ્રિય રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય વિશેષથી ભોગેન્દ્રિય બને છે. કારણ કે તે ઈન્દ્રિયો પોતાના વિષયભૂત પુદ્ગલોનો તેની સાથે એકમેક સંબંધ થાય ત્યારે જ સ્પષ્ટ બોધ થાય. જ્યારે ચક્ષુ ઈન્દ્રિયને તેને પોતાના વિષયને એકમેક કરવાની જરૂર નથી. દૂરથી જ તેનો બોધ થઈ જાય અને શ્રવણેન્દ્રિયને તેના વિષયના પુગલો વિશેષ સૂક્ષ્મ અને અતિ પ્રમાણમાં હોવાથી બહુ જ ઝડપી બોધ થઈ જાય તેથી તે જ્ઞાનેન્દ્રિય તરીકે છે. તેથી તેમાં કેવલજ્ઞાન જલ્દી પ્રાપ્ત થઈ શકે. જ્યારે સ્પર્શેન્દ્રિયમાં કેવલજ્ઞાન સૌથી દુષ્કર, તેથી તેના વિષયથી મુક્ત થવા આત્માની સર્વ સાધનામાં તપ પર વિશેષથી ભાર મૂકવામાં આવ્યો છે. સ્પર્શેન્દ્રિય આખા શરીરમાં ફેલાયેલી છે. તેથી આખા શરીરમાં સર્વત્ર તેના વિષયમાં તેની ભોગવૃત્તિ ઊભી રહે છે. તેથી શરીરની આસક્તિ છોડવી દુષ્કર બને છે, શરીરનું સુખ છોડવું દુષ્કર બને છે. સ્પર્શેન્દ્રિયનું કાર્ય માત્ર સ્પર્શ વિષયનું જ્ઞાન કરવાનું છે. જ્ઞાન-પુદ્ગલમાં રહેલા શીતાદિસ્પર્શને જાણવાનું છે. પરંતુ આપણને શીતલ પવનનો સ્પર્શ થાય ત્યારે શીતલ સ્પર્શ ગમી જાય છે તેથી તેમાં જ રહેવાનો ભાવ થાય છે. અર્થાત્ શીતલ પુગલો સાથે રહેવાનો ભાવ એ શીતલ પુદ્ગલોને ભોગવવાની વૃત્તિ છે. આથી સ્પર્શેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય મટી ભોગેન્દ્રિય બને છે. સામાયિક પૌષધ સર્વ સામાયિકમાં (સાધુપણામાં) પણ જીવ ઈન્દ્રિય વિષયના સંયોગમાં માત્ર શેયરૂપે રહે અને જો શુધ્ધોપયોગ ભળે તો તે યોગી બને જ્યારે શેયમાં રાગાદિ ભાવો ભળે તો તે સંસારનો (પુદ્ગલનો વિષયોનો) ભોગી બને.
આત્મા સ્વભોગી ક્યારે કહેવાય ?
ઇચ્છા રોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે. તપ તે એહિ જ આત્મા વર્ત નિજ ગુણ ભોગે રે.
(૫. મહો. યશોવિજયજી)
નવતત્વ // ૧૮૯