________________
ઉપાદેયતા લાગી અને કાયાનાં સુખને ભોગવવામાં આત્મા પાંચ ઈન્દ્રિયજન્ય વિષયોના સેવન વડે આત્માના સમતા સ્વભાવનું ખંડન કરે છે.
નિશ્ચયથી જિનાજ્ઞા 'આળાટ્ થો। સમતા એજ આત્માનો સ્વભાવ છે. તેથી આત્માનો નિશ્ચયથી ધર્મ સમતા સ્વભાવ પ્રગટ કરવા માટે વ્યવહારથી પણ જિનાજ્ઞા 'સામાયિક' કરવાની છે.
વિષયોના ત્યાગ વિના સામાયિક આવી શકે નહીં. જિનની આજ્ઞા જીવને જિન બનાવનારી છે. આથી રાગ–દ્વેષથી મુક્ત થવું તે જિન છે અને સામાયિકમાં પણ જીવે રાગદ્વેષથી મુક્ત થવાનું છે. તેથી જિનની આજ્ઞા અને સામાયિક એ સ્વભાવે એક જ છે. અર્થાત્ સામાયિક ગ્રહણ વડે જીવ સમતા સ્વભાવવાળો બને એટલે આત્માનો ચારિત્ર ગુણ પ્રગટ થાય. ક્ષયોપશમ ચારિત્રના દીર્ઘ અભ્યાસથી આત્મા ક્ષાયિક ચારિત્રરૂપ વિતરાગ બને અને અંતર્મુહર્તમાં તે કેવલી જિન બને.
'રાગાદિ પરિહરી કરે સહજ ગુણ ખોજ ઘટમે ભી પ્રગટે તદા, ચિદાનંદ કી મોજ'
'હું છોડી નિજરૂપ, રમ્યો પર પુદ્ગલે, ઝીલ્યો ઉલટ આણી, વિષય તૃષ્ણાના જલે'
(સમતાશતક)
(ચિદાનંદ કૃત અધ્યાત્મ બાવની)
જિનઆજ્ઞા જીવને જિન બનવા માટે છે. જિન બનવા માટે પ્રથમ આજ્ઞા જીવ–અજીવને શેયરૂપે જાણી તેમાં અજીવને હેય અને જીવને ઉપાદેય તરીકે સ્વીકાર કરવાનો છે. જીવમાં ઉપાદેય શું ? જીવમાં જિનનું જીવન–ભાવપ્રાણ જ્ઞાનાદિ ગુણો ઉપાદેય છે જ્યારે આયુષ્ય આદિ દ્રવ્યપ્રાણો હેય છે. કારણ કે તે અજીવ રૂપ છે. પણ ભાવ પ્રાણોની પૂર્ણતા કરવા માટે દ્રવ્યાપ્રાણોની સહાય જરૂરી છે. દ્રવ્યપ્રાણોમાં ભાવપ્રાણ ભેળવી ભાવપ્રાણોને જ ભોગવતા અર્થાત્ આત્માના સમતા આદિ ગુણને ભોગવવાના છે. તેજ આત્માનો સ્વભાવ છે. અર્થાત્ આત્મા સ્વગુણોનો ભોગી છે. પણ આત્મા અજ્ઞાનતાને કારણે મિથ્યાત્વના ઉદયે
નવતત્ત્વ || ૧૮૮