________________
જ્યારથી જીવ પ્રતિજ્ઞા ધારણ કરે ત્યારથી આત્મવીર્યનું તે સંબંધી વીર્ય અસત્ પ્રવૃત્તિમાં ન જવાનું નક્કી થાય છે.આથી અવિરતિજન્ય અસત્ પ્રવૃત્તિમાં ન જવાનું તે નિમિત્તક કર્મબંધ અટકે. આત્માને સંવરનો લાભ મળે. આમ કર્મકૃત આવશ્યકની સામે જ્ઞાનકૃત્ પ્રત્યાખ્યાન આવશ્યક વડે આત્માનું નિશ્ચય આવશ્યક જ્ઞાનામૃત ભોજન અણહારીપણાનો ભોગવટો સફળ થાય.
આવશ્યક એ ધ્યાનયોગરૂપ છે.
આથી સાધુના બધા યોગ આવશ્યકરૂપ અને તે ધ્યાનયોગરૂપ જે સર્વવિરતિ વિના ધ્યાન ઘટે નહીં. સાધુ સર્વવિરતિને ધારણ કરનાર છે. તેથી સાધુ જીવન છ આવશ્યક રૂપ જ છે. સર્વવિરતિવાળાને એક દિવસ પણ આવશ્યક ન કરે તો ન ચાલે, અને એક પણ આવશ્યક ઓછું કરે તો પણ ન ચાલે. તેથી સાધુને રોજ પચ્ચકખાણ ફરજિયાત ઓછામાં ઓછું નવકારશીનું કરવું જ પડે. ગમે તેવી બિમારી હોય તો પણ કરવું પડે તેમ પ્રતિક્રમણ પણ કરવું પડે. પ્રતિક્રમણમાં છ આવશ્યક આવી જ જાય.
આવશ્યક કયાં સુધી કરવાના?
આવશ્યક એ ધ્યાનયોગ છે. ધ્યાનયોગમાં ધ્યેય શું? ધ્યેય સ્વગુણોની પૂર્ણતા. આથી આવશ્યકનો અધિકારી કોણ બને છે? જેને ગુણોની પૂર્ણતાની રુચિ હોય, અને ગુણોની પૂર્ણતા માટે જ જેનો પ્રયત્ન, અર્થાત્ પૂર્ણતા માટે પ્રતિજ્ઞાપૂર્વક જેનો પ્રયત્ન હોય તે નિયમા આવશ્યકનો અધિકારી છે. તેથી સાધુને છ આવશ્યક ફરજિયાત અને જ્યાં સુધી ગુણની પૂર્ણતા ન થાય ત્યાં સુધી છ આવશ્યકની આરાધના કરવી જ પડે. (૨) બીજુ કર્મફત આવશ્યક શરીર. શરીર વડે નમવા અને નાચવારૂપ કર્મકત આવશ્યક
અનાદિ કાળથી અસ્થિર શરીર સાથે સ્થિર એવો આત્મા જોડાયેલો છે. આયુષ્ય અને નામકર્મના ઉદયે આત્મા શરીરમાં પૂરાઈ ગયો છે. અર્થાત્ અરૂપી આત્મા રૂપી આહારવાળા શરીરમાં પૂરાઈ ગયો છે. આમ નામકર્મનું કામ અરૂપી
નવતત્વ || ૧૪૯