________________
તૂટયા. તત્વજ્ઞાનનું ફળ જ્ઞાનીઓને પરમાં ઊદાસીનતા કહી છે.
યોગી જે બહ તપ કરે, ખાઈ રે તરુપાત; ઉદાસીનતા બિનુ ભસ્મ, હતિ સોભી જાય. (૯)
જે યોગીઓ ઘોર તપ કરે, પારણામાં માત્ર પડી ગયેલા પાંદડાને ખાય પણ ઉદાસીનતા વિના તો તે ભસ્મમાં આહુતિ સમાન છે.
"ઉદાસીનતા શાન–ફલ, પર પ્રવૃત્તિ હૈ મોહ, શુભ નો સો આદરો, ઉદિત વિવેક પ્રરોહ. (૧૦૧)
ઉદાસીનતા સુરલતા, સમતારસ ફલ ચાખ. પર–પેખનમેં મત પરે, નિજ નિજમે રાખ.' (૧૦૦)
(સમાધિશતક) તત્વપૂર્ણ સ્વરૂપ વિચારતા પ્રવૃત્તિમાં મોહને બદલે ઉદાસીનતા પ્રવર્તે અને તેથી આત્મ નિરક્ષણતા પ્રગટે. આત્માં જેમ પરથી ઉદાસીન થાય તેમ નિજમાં સ્થિરતા પામે તેમ સમરસનો સ્વાદ મળે.
અરૂપી આત્માનો આહાર અરૂપી, રૂપી પુદ્ગલભોગથી તૃપ્તિ ન થાય પણ પીડા મળે. આત્મતત્વનો નિર્ણય થવો જ જોઈએ કે કવલાહાર એ આત્માના વિભાવરૂપ છે. 'જ્ઞાનામૃત' મુખ્ય ભોજન છે. એનાથી આત્મા પૂર્ણ પ્રસન્ન બને. અરૂપી આત્માનો ખોરાક પણ અરૂપી જ્ઞાન જ. તેના બદલે રૂપી દેહનો વળગાડ અને તેના કારણે રૂપી આહાર આપવો પડે પણ તેનાથી કદી આત્માને તૃપ્તિ થાય નહીં તેનામાં અતૃપ્તતા વધે. તેથી ગમે તેટલી વાર, ગમે તેટલો આહાર આપવામાં આવે તો પણ તેની માંગ ઊભી રહે. ક્ષણભર તૃપ્તિની ભ્રાંતિ થાય ફરી તેની માંગ ઊભી થાય. સાચી તૃપ્તિ તપથી જ થાય. .
વ્યવહારતા નિશ્ચય તપનું કારણ બને ત્યારે જ તે શુધ્ધ તપ કહેવાય. શરીરના કારણે ખાવુ પડે છે તે મારા પાપનો ઉદય છે આથી ખાતા કંટાળો આવે અને તેમાં પસંદગી ભાવતું ન હોય માત્ર ભાડું આપવું પડે છે. હું તનમાં વ્યાપેલો
નવતત્વ || ૧૪૭