________________
આત્માનો સ્વભાવ માત્ર જ્ઞેયના જ્ઞાતા બનવું. ઈન્દ્રિય વડે અલ્પ મર્યાદા વડે જ તે જ્ઞેયનો જ્ઞાતા બને, અને તેમાં સ્વભાવના ઉપયોગમાં ન રહે તો ઈન્દ્રિયો મોહને આધિન થતાં શેયમાં મોહવાસિત થતા તે શેય વિષય સુખરૂપ બને અને આત્મા નિરાકુળતાનો ત્યાગ કરી વ્યાકુળતાને પામી દુઃખી થાય. શેયમાં મોહ ભળતા વિષય—વિષ કરતા પણ આત્મા માટે અધિક મારનારું બને. ઈન્દ્રિયો વડે જાણવું એ પાપ નહીં, પણ ન જાણવું એ પાપ. કારણ જાણવું એ આત્મ સ્વભાવ પણ ઈન્દ્રિય પૂર્ણજ્ઞાન પ્રકાશક નથી તેથી તેના વડે પૂર્ણ સત્ય ન જણાય. સર્વશ વચન જ સંપૂર્ણ સત્ય પ્રકાશક છે. તેના બહુમાન–શ્રધ્ધાથીજ આત્મા સ્વભાવ સન્મુખ થવાય. આથી ઈન્દ્રિયથી નહીં પણ સર્વજ્ઞ દૃષ્ટિથી જ જોવાથી ઈન્દ્રિયો વિષયોનું સાધન ન બનતા માત્ર જ્ઞાનનું સાધન બને અને જ્ઞાન એ સામાયિકનું પરમ સાધન બને.
આમ વ્યવહાર સામાયિકનું પાંચેય ઈન્દ્રિયો પરમ ઉપકરણરૂપ સાધન બની આત્મા નિશ્ચિયથી સામાયિક સ્વભાવરૂપ બને છે. તો જ સામાયિક સ્વભાવ પ્રગટ થાય. આથી ઈન્દ્રિય દ્રવ્યપ્રાણનું સ્વરૂપ જાણવું જરૂરી છે.
ઈન્દ્રિય એનું નામ શા માટે ?
ઈન્દ્ર એટલે આત્મા જેનાથી આત્મા ઓળખાય તે ઈન્દ્રિય. દેવોનો પણ દેવ ઈન્દ્રદેવ (દેવેન્દ્ર). પુણ્યથી દેવ સમૃધ્ધિને ભોગવનાર હોવાથી ઈન્દ્ર કહેવાય છે તેમ આત્મા લોકોત્તર – કેવલજ્ઞાનાદિ ગુણ સમૃધ્ધિને ભોગવનાર હોવાથી તે પણ ઈન્દ્ર કહેવાય. ઈન્દ્રને આઠ પટ્ટરાણીઓ હોય છે. તેમ આત્માના આઠ કર્મના નાશથી આત્માના ગુણ સૌદર્ય પ્રગટ થાય છે. ઈન્દ્રને અવધિજ્ઞાન હોય છે. આત્મામાં પૂર્ણ કેવલજ્ઞાન સત્તામાં હોય છે.
'ઐન્દ્ર શ્રી સુખમગ્નન લીલાલગ્નમિવાખિલમ્, સચ્ચિદાનંદ પૂર્રેન, પૂર્ણ જગદવૈશ્યતે III (શાનસાર)
ઈન્દ્ર મહારાજા પોતાની પટ્ટરાણી (મુખ્ય દેવી) તથા બીજા પણ દેવ–દેવીઓના પરિવારથી રિવરેલો અવધિજ્ઞાન વડે જંબુદ્વીપને જોતા પોતે
નવતત્ત્વ // ૧૬૮