________________
તે સ્પર્શેન્દ્રિયના વિષયો વડે સમતા (સામાયિક) કઈ રીતે ખંડીત
થાય?
સામાન્યથી જીવને કોઈપણ વસ્તુની પસંદગી બે રીતે કરવાની હોય છે. વ્યવહારમાં વસ્તુનું પ્રયોજન ઊભુ થાય અથવા વસ્તુને જોવાથી, સાંભળવાથી સ્મરણ થવાથી મોહના ઉદયથી ઈચ્છા થાય. કપડું ફાટી ગયું જીર્ણ-શીર્ણ થઈ ગયું કે ઋતુ બદલાય, શિયાળો ગયો અને હવે ગરમી શરૂ થઈતો કપડાનું પ્રયોજન ઊભું થયું તો કપડાની પસંદગીમાં શું જોવાય?
કપડુ-હલકું, પાતળું, કોમન, રંગીન, ડીઝાઈન, કિંમતી આ બધી પસંદગી કોને આધીન થાય?
મોહના ઉદયથી શરીરને સુખ અનુકુળતા અને શોભા કેમ વધે તે હેતુથી થતી પસંદગી તે વિષયરૂપ બની જાય ત્યાં હલકું–પાતળું આદિ અનુકુળ સારું લાગે! જ્યાં સારું ત્યાં રાગની વૃધ્ધિ થાય. મિથ્યાત્વ મજબુત થાય. સમતાનો ભાવ ખંડીત થાય! 'તે સામાયિકમાં ઉપકરણની પસંદગીમાં દષ્ટિ કેવી જોઈએ ?
કટાસણું કેવું? જીવરક્ષા કરે તેવું કે શોભે તેવું? ચરવળો કેવો? દાંડી કેવી? ચકચકીત નાની પાકીટમાં સમાઈ જાય તેવી. જો દષ્ટિ હલકી છે તો ભાવ પણ હલકો આવે, જયણાનું પરિણામ અપ્રમત ભાવ, અને સામાયિક વડે સર્વસામાયિક ભાવની વૃધ્ધિ. દષ્ટિ માત્ર અનુકૂળતા સગવડવાળી નહોવી જોઈએ. સાધુ-સાધ્વી ભગવંત પણ કપડાના પ્રયોજનમાં જિનાજ્ઞા પ્રધાન દષ્ટિ ન હોય તો કપડાની પસંદગી અનુકુળતાની શોભાની દષ્ટિ થાય તો તે સામાયિક ભાવને ખંડિત કરે, કપડા સાથે કામળીનું મેચ થાય. કામળી પાતળી હલકી મુલાયમ જ માત્ર પસંદગીની દષ્ટિ પણ જીવ રક્ષાની પસંદગી ઠંડીથી શરીર સમાધિ શીલ રક્ષાની જો દષ્ટિ ન હોય તો તેનું ઉપકરણ સામાયિક ભાવ માટે અધિકરણ બની જાય.
ગ્રહસ્થોને સૂવા માટે પથારીની પસંદગી ગાદલું–રૂવાળું ભરાવદાર, પોચું, મખમલની ચાદરથી યુક્ત, જોતાં ગમે સ્પર્શતા તેમાં સરકી જવાય અને
નવતત્વ // ૧૮૧