________________
જોડાય છે કે નહીં તેનો વિશેષથી ઉપયોગ રાખવો જોઈએ.
સાધનનો ઉપયોગ શા માટે છે?
તેનો ઉપયોગ જોઈએ. સામાયિક ઊભા ઊભા જ લેવાનું. કાયાની મમતા તોડવા અને પ્રમાદને છોડવા અને કાયાથી છૂટી દેહાતીત થઈ આત્માને અનુભવવાનું લક્ષ જરૂરી.
આરાધના કરતા જે ઉર્જા પેદા થાય તે જમીનમાં ન જાય પોતાનામાં જ રહે માટે અને જીવોની જયણા માટે ગરમ કટાસણાનો ઉપયોગ કરવાનો છે. સામાયિક કરતાં શરીર, કપડા, આસન, વાતાવરણ આપણે કોની સાથે છીએ. આઠમાંથી કયા કયા સ્પર્શીની સાથે રહેલા છીએ અને તેમાં કયા મોહના પરિણામ સાથે રહેલા છીએ તેનો ઉપયોગ હોવો જોઈએ નહીં તો આપણને લાગે આપણે, સામાયિકની સાધના કરી પણ ખરેખર સામાયિકના આંકડા માત્ર ગણાઈ જાય. વાતાવરણની ગરમીમાં મન આકુળતા અરતિને અનુભવવા વડે મચ્છર આદિના ઉપદ્રવમાં ત્યાં પણ અરતિ અનુભવવા વડે કોઈના અવાજ મોટેથી સાંભળતા મન અપ્રીતિને અનુભવતો હોય ધીરજ ન રહે તો તેની વિકથા શરૂ થાય. ગરમી બહુ જ પડે છે. આટલી પણ આમને ખબર નથી પડતી કે આપણે અહિં સામાયિકમાં છીએ, છતાં તેઓ આટલે મોટેથી રાડો પાડે છે. આવા પ્રતિકૂળ તાના યોગમાં સમતાનો પરિણામ ખંડીત થઈ જાય. વળી જો સામાયિકનું સ્થાન અનુકૂળ મળી ગયું હોય વાતાવરણ શાંત હોય શીતળ પવન આવતો હોય વાયુકાયની શીતળતા ગમે, તેની કાયા કોમળ તેનો સ્પર્શ ગમે, આથી સામાયિક સારું થયું તેમ લાગે. રતિના ઉદય વડે અહિં પણ સમતાનો પરિણામ ખંડીત થાય. જીવને અનુકૂળતા ગમે છે. પણ ગરમ વાયુનો સ્પર્શ ગરમ કરશે. તેથી ગમતો નથી. મચ્છરનો સ્પર્શ કર્કશ તેથી ગમતો નથી સામાયિક વડે એવી સમતા કેળવવાનો અભ્યાસ કરવાનો છે કે જેથી વગર સામયિકના કાળે પણ સમતા સ્વભાવિક બને વ્યવહાર સામાયિકનું ફળ નિશ્ચય સામાયિક જ છે. પૃથ્વીચંદ્ર ગુણ સાગરે, ભરત મહારાજાએ વ્યવહાર સામયિકનો અભ્યાસ એવો પૂર્વ ભવોમાં કર્યો કે જેથી પછી સામાયિક વિના પણ મોહના ઘરમાં રહીને કેવલજ્ઞાન પ્રાપ્ત
નવતત્ત્વ || ૧૮૪