________________
'ધન્ય અતનું પરમાત્મા જ્યાં નિશ્ચચલતા સાર' હું સત્તાએ સિધ્ધ છું. સર્વસંગથી રહિત લોકાંતે રહેલા સિધ્ધોને કપડાંનુ પ્રયોજન નથી કારણ કર્મ નથી કાયા નથી તેથી તેનો કોઈ વ્યવહાર નથી. 'જ્યારે હું કર્મકાયાને ધારણ કરનારો છું, કાયા છે તેથી કપડાનું જ પ્રયોજન ઊભું થયું છે.'
'કપડું' એ પુદ્ગલ અજીવ છે, સર્વજ્ઞ દૃષ્ટિએ તે હેય છે કપડાનો સંયોગ કાયા સાથે કરવો તે દ્રવ્ય સંસાર છે. તો દ્રવ્ય સંસારનો હમણા ત્યાગ કરી શકતો નથી પણ તેના પ્રત્યેનો રાગ ન કરવા રૂપભાવ સંસારનો ત્યાગ કરી શકું છું તો હવે કપડાંના પ્રયોજનમાં કપડું એવું જ ગ્રહણ કરું કે જેથી રાગ–દ્વેષની વૃધ્ધિ ન થાય. શીલમર્યાદા સચવાય અને શરીરની સમાધી ટકે તે રીતે તેથી શાસ્ત્રમાં
શ્રાવકને યોગ્ય કેવું વસ્ત્ર ધારણ કરવું તે જણાવેલ છે. વૈભવને ઉચિત, શાસન મર્યાદાને શીલનું કારણ બને. શ્રાવક તરીકેનો ઉપયોગ આવે તો જયણા સચવાય ધોતિયું અને ખેસ દશીવાળો, શ્રાવિકાએ દશીવાળી સાડી પહેરવી જોઈએ.
અર્થ—કામમાં પણ સર્વજ્ઞની દષ્ટિનો ઉપયોગ ન મૂકવામાં આવે તો સંસારની દૃષ્ટિમાં માત્ર બુધ્ધિ જ રહે. ધર્મને વ્યવહાર કે પ્રયોજન હોય કે સંસારના વ્યવહાર કે પ્રયોજન હોય બંનેમાં આત્માની સામાયિક ભાવની અખંડિતતા જાળ વવા સર્વત્ર વ્યવહાર પ્રયોજનમાં સર્વજ્ઞ દષ્ટિનો ઉપયોગ રાખવો જરૂરી.
સૌ પ્રથમ ઘરેણાના વ્યવહારમાં પણ ત્યાં પસંદગી હલકાની નહીં પણ ભારે ઘરેણાથી રાજીપો હોય. જેટલો ઘરેણાનો ચળકાટ વધુ તેટલો રાજીપો વધારે, પણ ત્યાં પણ વિચારવું જોઈએ. ઘરેણુ' પુદ્ગલનું પિંડ છે અને તે પરાવર્તન પરિણામવાળું પરમાણુના જથ્થાપિંડ રૂપે જે જે પરમાણુઓ છુટા પડી કચરા વિષ્ઠાના પિંડરૂપે પણ થઈ શકે તેથી તેવાં ઘરેણાનાં રાગ કરવા જેવા નથી.
સામાયિક આવશ્યક કેમ કરું છું ?
અવશ્ય કરવા યોગ્ય આત્માનાં સ્વભાવને પ્રગટ કરવું તે સમતા આવશ્યક છે. ભાવ પ્રાણ જોડાય ત્યારે જ એ ભાવ સામાયિક બને છે નહીં તો માત્ર દ્રવ્ય સામાયિક જ ગણાય. ભાવ સામાયિકમાં ભાવ પ્રાણો સાથે દ્રવ્ય પ્રાણો નવતત્ત્વ // ૧૮૩