________________
સચોટ ઉપાય રૂપે જ બતાવાયા છે. આથી આપણને ધર્મ આરાધના કરતા નિશ્ચય વ્યવહાર સાધન–સાધના અને સાધ્ય શું છે તેનું સાચું જ્ઞાનભાન જરૂરી છે. તો જ આરાધના મોક્ષ માર્ગના કારણભૂત બને નહીં તો તે બધી આરાધના પ્રાયઃ સંસારના કારણભૂત બને. a વ્યવહારથી શ્રાવકોને – સામાયિક અનુષ્ઠાનની શી આશા છે?
- શ્રાવક-શ્રાવિકાઓને બ્રહ્મમુહૂર્ત એટલે સૂર્યોદય પૂર્વે ચાર ઘડી પહેલા પંચપરમેષ્ઠિના સ્મરણ પૂર્વક ઊઠવાનું, ઊઠીને પ્રથમ સામાયિકનો સ્વીકાર કરી તેમાં આત્માને ધર્મ જાગરિકા વડે જાગૃત અને ભાવુક કરવાનું. હું કોણ કયાંથી આવ્યો વગેરે જુનો સ્વાધ્યાય સ્મરણ, નમસ્કાર મહામંત્ર જાપ, કાઉસ્સગ ધ્યાનાદિ આરાધના વડે પ્રથમ સામાયિક પૂર્ણ કરી બીજી સામાયિક ગ્રહણ કરી તેમાં રાઈ પ્રતિક્રમણ સંવેગભાવથી કરવા વડે આત્માને પવિત્ર કરે. બીજી સામાયિક પૂર્ણ થયે પારીને સામાયિકના કપડે ગૃહમંદિરે (સંઘજિનાલયે) વાસક્ષેપ પૂજા જિનદર્શન કરે. પછી જો સંસારમાં બીજો કોઈ વિઘ્ન પ્રતિબંધ ન હોય તો ફરી સામાયિક લઈ નૂતન સ્વાધ્યાય કરે (જીવાદિ નવતત્વાદિ) પછી જિનવાણી શ્રવણ વ્યવસાય મધ્યાહનકાળે જિન પૂજા ભોજન પછી ફરી એક સામાયિક કરે તેમાં શાસ્ત્રવાંચન અર્થચિંતન શ્રાવક સાધુસામાચારી વિષયભૂતવાંચન કે વૈરાગ્યની દઢતાના કારણભૂત વાંચન કરે. સાંજે પ્રતિક્રમણ કરીને અનુકૂળતાએ ગુરૂ ભગવંતોની વૈયાવચ્ચ શ્રુતસામાયિકપૂર્વક સ્વાધ્યાય કરે. નિશ્ચય સામાયિકને પ્રગટાવવા અભ્યાસાર્થે વ્યવહાર સામયિકનું વિધાન છે. a ઈન્દ્રિય અને મન નો ઈજિય) સામાયિક આવશ્યક રૂપે કઈ રીતે
બને?
૧૧મે ગુણસ્થાનકે રહેલા ઉપશમશ્રેણીએ યથાખ્યાત ચારિત્રવાળા તથા ૧૨ મે ગુણસ્થાનકે રહેલા ક્ષપકશ્રેણીએ યથાવાન ચારિત્રવાળા તથા કેવલી, અરિહંતો, સિધ્ધો, શુધ્ધ સામાયિક સ્વભાવમાં રહેલા છે. તેથી તેમને વ્યવહારિક સામાયિકની આવશ્યકતા નથી. કારણ આત્મા સ્વભાવે શુધ્ધ સામાયિક છે.
નવતત્વ || ૧૭ર