________________
અનાદિથી થયો છે. વળી સ્પર્શેન્દ્રિયનો વિસ્તાર પણ આખા શરીરમાં વ્યાપ્ત છે તેથી સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ વિષયનું જ્ઞાન આખા શરીરમાં બધા વિભાગોમાં થાય. તેથી શરીર અને સ્પર્શેન્દ્રિયમાં વિષયોના જ્ઞાનમાં ભેદજ્ઞાન અતિ દુષ્કર તેથી સામાયિક ભાવનું ખંડન સંભવિત. બીજી ઈન્દ્રિયો કરતા સ્પર્શેન્દ્રિયના વિષયો પણ સૌથી વધુ આઠ છે. આ આઠ વિષયોના જ્ઞાનમાં આત્મા માત્ર તેના જ્ઞાતા રૂપે ન રહે તો તે આઠ વિષયના જ્ઞાનમાં હેયોપાદેયના વિવેક વિના મોહ ભળવા મંડે. મિથ્યાત્વ ભળવા વડે શાતા–અશાતા રૂપે રતિ–અરતિ ભળવા વડે સુખ દુઃખના અનુભવરૂપ રાગદ્વેષના પરિણામ થવા વડે સમતા સ્વભાવ ખંડિત થાય.
સ્પર્શેન્દ્રિયના ૮ વિષયો -૯૬ વિષયો રૂપ થઈ સમતા સ્વભાવ ખંડિત થાય. ૯૬ વિષયો કઈ રીતે બને? પુગલ વસ્તુ સચિત અચિત અને મિશ્ર ત્રણ પ્રકારે હોય. જેમ કે અમુકાય પાણીના જીવની કાયા જ્યારે અપૂકાયજીવ સહિત હોય ત્યારે તે સચિત–જીવ રહિત (ઉકાળેલુ પાણી) હોય ત્યારે અચિત અને પાણી અર્ધપકવ હોય ત્યારે મિશ્ર.
તેમાં સ્પર્શના આઠવિષયો–ગુરુલઘુ, શીત–ઉષ્ણ, મૃદુ, કઠિન, સ્નિગ્ધ રૂક્ષ, ગુણવાથી ૮૪૩= ૨૪ અને તે શુભ અશુભ રૂપે ૨૪x૨= ૪૮. લઘુ, ઉષ્ણ, મૃદુ અને સ્નિગધ તે શુભ છે અને બાકીના ગુરૂ, શીત, કઠિન અને રૂક્ષ અશુભ શાસ્ત્રમાં જણાવેલ છે. રાગ-દ્વેષ ભળવાથી ૯ વિષયરૂપે થાય. અમુક ક્ષેત્રના પાણી પચવામાં હલકાં અમુક ક્ષેત્રના પાણી પચવામાં ભારે હોય. પાણી શીતગરમ કરેલું, ઉષ્ણ શીત – સ્નિગ્ધ સ્પર્શવાળું ઉષ્ણ સ્પર્શવાળું, શીત– મૃદુઉષ્ણ-કર્કશ હોય. ગંગા નદીનું પાણી શુભ ગણાય. સમુદ્રનું પાણી (ગટરાદિનું પાણી) અશુભ ગણાય. તેના વિષે શુભમાં રાગ– અને અશુભમાં દ્વેષ ભળતા આવી રીતે ૯૬ વિષયો દ્વારા સમતા સ્વભાવ ખંડીત થાય.આમ સતત ઈન્દ્રિયો દ્વારા ખંડિત તથા સમતા ભાવપ્રાણની રક્ષા માટે કઈ રીતે સાધના કરવી? a સાધનામાં શુદ્ધ–ાનોપયોગ જરૂરી
"શાન કળશ ભરી આત્મા સમતા રસ ભરપૂર
શ્રી જિનેને નવરાવતા કર્મ થાય ચકચૂર
નવતત્વ // ૧૭૫