________________
નિશ્ચયથી તે ગુણ જેનો પ્રગટ થઈ ગયો છે તેને તેના માટેના વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. જ્યારે છમસ્થોમાં આવા ક્ષાયિક ઉપશમ યથાખ્યાત ચારિત્ર નથી. અર્થાત્, નિશ્ચય સામાયિક પ્રગટાવવા વ્યવહારિક સામાયિકનો સર્વ ઉપદેશ આપ્યો છે.
ક્ષાયિક સામાયિક સ્વભાવમાં રહેવામાં બાધક કર્મકૃત ઈન્દ્રિયો જો માત્ર જ્ઞાનના સાધનારૂપ જ તેનો ઉપયોગ કરવામાં ન આવે તો તે વિષય આવશ્યક બની જાય અર્થાત્ ઈન્દ્રને (આત્માને) ઈન્દ્રિયો વડે જ્ઞાનના ફળ રૂપ સમતા રસ પાવામાં ન આવે તો વિષયોના ભોગ વડે આત્માને કષાય રસનું પાન કરાવવા દ્વારા તે વિષય–આવશ્યક બની જાય અને આત્માનો સામાયિકરૂપ સમતા સ્વભાવ ખંડિત થાય. તે મોક્ષ આવશ્યકઃ આત્માના ગુણોમાં વાસ કરી આત્મા ગુણમય બની
જાય તે મોક્ષ આવશ્યક છે. સાધ્ય – કર્મથી છૂટવું, કર્મે આત્માને ઈન્દ્રિયના બંધનો વડે બાંધ્યો છે. કર્મોથી છૂટવા ઈન્દ્રિયથી અતીત થવું તે સાધ્ય છે તે માટે સામાયિક આવશ્યક છે. તે સામાયિક અનુષ્ઠાનમાં સાધન તરીકે સાધનનો ઉપયોગ કરવા તરફ લક્ષ જોઈએ.
સામાયિકના અધિકારી કોણ બને અને કોણ ન બની શકે? અને શા માટે?
સામાયિક તેમાં મન, આંખ, કાન રૂપી ઈન્દ્રિય સાધન અને જયણાનું મુખ્ય સાધન ચરવળો – મુહપતિ – કટાસણું. ત્રણેનું ત્રણ-સ્થાવર જીવોની રક્ષા માટે અને વિરાધના ન થાય તે માટે તેનો અપ્રમતપણે ઉપયોગ કરવો જોઈએ. તેમાં પણ ચરવળો મુખ્ય છે. તેના વિના સામાયિકનલેવાય. સામાયિક અપ્રમતપણે કરવાનું છે. સામાયિકમાં (સમતા સ્વભાવમાં) બાધક રાગ શરીરની મમતા મુખ્ય કારણ છે. તો કાયાને અપ્રમતપણે પ્રવર્તાવવા ચરવળો જરૂરી, તો ઊભા ઊભા અપ્રમતપણે ખમાસમણાદિ વિધિપૂર્વક સામાયિક લઈ શકાય, અને સમતામાં મગ્ન થવા માટે સ્વાધ્યાય જરૂરી, તે માટે જ્ઞાનનું ઉપકરણ તથા આગમ શાસ્ત્ર
નવતત્વ || ૧૭૩