________________
દ્રવ્યન્દ્રિયની સહાય ન લેવી પડે તે જ્ઞાન આત્મામાં પ્રત્યક્ષ થાય.
ભાવેન્દ્રિય એકેન્દ્રિયાદિ સર્વ જીવોને પાંચ હોય. આમ ભાવેન્દ્રિય પાંચ થઈ. એકેન્દ્રિય જીવને દ્રવ્યક્રિય રૂપે માત્ર એક સ્પર્શેન્દ્રિય પણ ભાવેન્દ્રિય પાંચે હોય. તેથી એકેન્દ્રિય પ્રત્યેક વનસ્પતિ સ્થાવર કાર્યમાં જેની ચેતના સૌથી વધુ વિકાસ પામી છે. તે સ્પર્શેન્દ્રિય દ્વારા બાકીની ઈન્દ્રિયનું પણ ઓઘથી જ્ઞાન થાય છે. કેલિફોર્નિયામાં એક જાતનું વૃક્ષ ઘણું શાંતિ પ્રિય છે. કોઈ તેની આગળ અવાજ કરે તો (શાંતિનો ભંગ કરે તો) ગુસ્સે થયેલું પાંદડાના અદ્ભુત પ્રકારના ખડખડાટ દ્વારા ક્રોધ પ્રદર્શિત કરે અને એની દુર્ગધ છોડે ત્યાં ઊભું રહેવું પણ અશક્ય બને. અમુક વનસ્પતિ આગળ સંગીત વગાડતા તે વિકસિત થઈ જાય! અમુક વનસ્પતિ આગળ સુગંધી ધુપ કરવાથી તે વિકાસ પામે. અશોક તિલકાદિ વૃક્ષો સ્ત્રીના આલિંગનથી વિકાસ પામે. આમ એકેન્દ્રિયોને પણ ભાવેન્દ્રિય પાંચે હોવાથી બીજી ઈન્દ્રિય સંબંધી વિષયોનું જ્ઞાન કરી શકે છે. તેમ દ્રવ્યમાન અને ભાવન– મનોવર્ગણાના પુદ્ગલોનું મનરૂપે પરિણમન થવું તે દ્રવ્યમન અને તેમાં જ્ઞાન પરિણામ ઉપયોગ રૂપે (બોધ રૂપે) પ્રવર્તવાતે ભાવમન છે. આમ પાંચે દ્રવ્યન્દ્રિય અને દ્રવ્યમન એ શેયને જાણવા માટે જ્ઞાનોપયોગરૂપ (ભાવેન્દ્રિય)નું સાધન છે. તે રીતે સાધક આત્માને ઉપયોગ જરૂરી પણ પાંચ ઈન્દ્રિયો એ વિષયનું સાધન નથી. સામાયિક સમતા સ્વભાવની સિધ્ધિમાં તે ઈન્દ્રિયનો સહાયક તરીકે ઉપયોગ કરી સાધના સફળ કરી શકે. 0 આત્માના પાંચ ભાવ પ્રાણ:
શુધ્ધ – જ્ઞાનોપયોગ એ આત્માનો ભાવપ્રાણ છે. આત્માના ભાવપ્રાણ જ્ઞેયવસ્તુને સર્વજ્ઞદષ્ટિ પ્રમાણે જાણવાની–માનવાની–સ્વીકારવાની રુચીરૂપ ભાવ પરિણતિરૂપ અને સર્વજ્ઞદષ્ટિ પ્રમાણે હેયોપાદેયના નિર્ણયપૂર્વક જોયનો સ્વીકાર અને આત્મા સિવાય શેયરૂપે સર્વસંયોગો (પુદ્ગલદ્રવ્યના જે વિવિધ પર્યાય રૂપે) હેય છે અને છોડવાની રુચિ રૂપ પરિણામ સમ્યગદર્શન ભાવપ્રાણ છે. તે સહિતપસંયોગ હેય રૂપે સ્વીકારી અને તે પ્રમાણે રુચિ થવા સાથે તે સંયોગોનો ત્યાગ કરવા અને સ્વણેયના જ્ઞાનોપયોગ પૂર્વક અને આત્મ સ્વભાવમાં સ્થિરતા રમવા
નવતત્ત્વ || ૧૭૮