________________
તનથી ભિન્ન અને તનની શકિતથી ભિન્ન એવી આત્મ શક્તિવાળો છું. એ શકિત વર્તમાનમાં દબાઈ ગઈ છે. આથી હું શરીરમાં પૂરાયેલો છું. હવે મારે પુદ્ગલ ભોગમાં આસક્ત થવું નથી પણ પુદ્ગલ સ્વાદથી નિરાળા થઈને મારે આત્માને નિરાળો કરવાનો છે.
આમ જ્યારે નિશ્ચય તપના પરિણમનરૂપ આત્મગુણોની અનુભૂતિ થાય ત્યારે તેના પરિણામ સાર્થક થાય, દ્રવ્યતપથી ઔદારિક કાયા શોષાય. નિશ્ચયરૂપ ભાવતપથી કર્મકૃત કાયા શોષાય, કષાયભાવ શમે ત્યારે આનંદ અનુભવાય.
આમ નવતત્ત્વના જ્ઞાન દ્વારા તત્વ નિર્ણય થવો જોઈએ કે તપ એ મારા આત્માનો સ્વભાવ અને આહાર એ વિભાવ. અર્થાત્ આત્મા સિવાય આત્માને કોઈપણ વસ્તુ ઉપાદેય લાગવી ન જોઈએ, સમ્યગ્દષ્ટિ આત્માને સહજ ઉદાસીન નિર્વેદભાવ પ્રવર્તે. ચારિત્ર મોહનીયના ઉદયે કે પ્રમાદ–કાયરતાના કારણે છોડી ન શકે પણ સંસારના સંયોગમાં અકળામણ થાય. છોડવાની રુચિ પ્રગટ થાય. મોક્ષની રુચિના કારણે નિકાચિત કર્મના ઉદયે સંસારની પ્રવૃત્તિમાં પણ રસ તૂટવાને કારણે અને મોક્ષની રુચિના કારણે અનુબંધ મોક્ષ સંબંધી પડે. સંસાર પ્રવૃતિમાં પશ્ચાતાપ, ખેદ, ઉદાસીનતા નિરસતા ભાવ અને સતત વિરતિ ગ્રહણની રુચિના કારણે બિનજરૂરી પ્રવૃત્તિનો ત્યાગ કે મર્યાદાવાળી કરે અર્થાત્ તેને પચ્ચક્ખાણ વિના ન ચાલે.
પચ્ચક્ખાણ સફળ ક્યારે થાય ?
જ્ઞપરિશાવડે – પ્રત્યાખ્યાનનું સ્વરૂપ સમજવું જરૂરી, પચ્ચક્ખાણ શા માટે લેવાનું, તેનું ફળ શું? ન લઈએ તો આત્માને શું અનર્થ ? કોની પાસે લેવાનું ? કઈ વિધિપૂર્વક લેવાનું ? પચ્ચક્ખાણના ઉત્સર્ગ, અપવાદ તથા ભાંગા વગેરે સમજણપૂર્વક લે તો પચ્ચક્ખાણ શુધ્ધ ફળદાયી થાય. જ્ઞપરિશાવડે આત્માને જે જે અહિતકારી સ્વભાવ–સ્વરૂપમાં બાધક અતિચારરૂપ હોય તેનો સમજીને પ્રત્યાખ્યાન પરિક્ષાવડે તેનો આત્માએ કાળમર્યાદાપૂર્વક ગુરુમુખે વંદન કરીને લેવું. પણ મોબાઈલ આદિ આધુનિક સાધનથી ન લેવું.
નવતત્ત્વ // ૧૪૮