________________
| નમસ્કાર મહામંત્ર :
પંચમંગલ મહાશ્રુત સ્કંધ એ પરમેષ્ઠિ વંદના મુખ્ય સૂત્ર છે. અર્થાત્ વિનય પદ છે. વિનય એટલે જે આઠ કર્મોને દૂર કરે છે અને પઢમં હવઈ મંગલમ્માં તેની પૂર્ણતા થાય.'નમો એ સમ્યગદર્શન પદ રૂપ હું શરીરાદિ રૂપ નથી પણ હું શુધ્ધ સિધ્ધ સ્વરૂપી શુધ્ધ આત્મદ્રવ્ય છું અને કેવલજ્ઞાનાદિ પૂર્ણ ગુણરૂપ છું. આમ સ્વઅસ્તિત્વના પૂર્ણ સ્વીકારરૂપે અને તે જ રૂપે થવાની રુચિરૂપ છે.
અરિહંતપદ-સ્વભાવની પૂર્ણતા પ્રગટરૂપ, સિધ્ધપદ– સિધ્ધસ્વરૂપ પદની પ્રગટતારૂપ અને આચાર્યપદ – ગણપદ તે પૂર્ણતાને પ્રગટ કરવાના પ્રયત્નવાળાને વંદનારૂપ છે, 'એસો પંચ નમુકકારો' એ પંચપરમેષ્ઠિને વ્યવહારપદ સમૂહરૂપ વંદન. અર્થાત્ સર્વ અરિહંતો, સિધ્ધો, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને સમૂહરૂપ એકી સાથે વંદનરૂપ ત્યાં એસોપદ 'નિશ્ચયસ્વરૂપ' વંદનરૂપ છે, એસો એટલે વંદના કરનાર સાધક આત્મા તેમાં ક્ષયોપથમિકભાવે પ્રગટેલા જ્ઞાનાદિ પાંચ ગુણો વડે વ્યવહારમાં બિરાજમાન પરમેષ્ઠિ આત્માઓના ગુણોને અને સત્તાગત સર્વ જીવરાશિમાં રહેલા જ્ઞાનાદિ ગુણોની પૂર્ણતાને પોતાના સત્તાગત જ્ઞાનાદિ ગુણોની પૂર્ણતા પ્રગટ થાય તે લક્ષે સ્વયં માત્ર આત્મરૂપે તથા આત્માના ગુણમય થવારૂપ અપૂર્વ વર્ષોલ્લાસપૂર્વક અપ્રમત્તપણે દેહાધ્યાસ ટાળીને કરાતી વંદના સર્વ પાપક્ષયરૂપ થવા વડે આત્મા સર્વ પાપ રહિત શુદ્ધ અવસ્થારૂપ આત્માની પૂર્ણ પરમેષ્ઠિપદની શાશ્વત સિધ્ધ અવસ્થાએ પરમ મંગળ પ્રગટ થાય. એટલે પઢમ હવઈ મંગલ' કાયમી મંગલ.
આમ જિનશાસનની શરૂઆત નમસ્કાર મહામંત્રથી થાય અને સમગ્ર દ્વાદશાંગીનો વિસ્તાર પઠન તે સૂત્રને અર્થથી આત્મામાં તત્ત્વરૂપે પરિણમતા તેના વિસ્તાર રૂપ છે. માટે ૧૪ પૂર્વના પણ જ્ઞાતા એવા.મહર્ષિઓ અંતિમ સમયે માત્ર નમસ્કાર મહામંત્રમાં જ લયલીન થઈ જાય છે. આથી નમસ્કાર મહામંત્રની સિધ્ધી પરિણતી રૂપે જ્યાં સુધી આત્મામાં ન થાય ત્યાં સુધી તે પછીના સૂત્રોનો અભ્યાસ કરવા દ્વાદશાંગી સુધી ભણવું પડે. જેને એક સૂત્ર પણ પરિણમન પામવા
નવતત્ત્વ // ૧૫૯